પાસા અટકાયતી અટક ::- (ર)
સાંસરોદ ગામે કતલખાના ઉ૫ર રેડ દરમ્યાન પોલીસ ઉપર હુમલો કરનાર ઇસમની પાસા હેઠળ ધરપકડ કરી પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય
ગત તા.૧૬/૧૦/૧૩ ના રોજ વડોદરા ગ્રામ્ય જીલ્લાના કરજણ પો.સ્ટે.ની હદમાં સાંસરોદ ગામે ઇદના દિવસે કતલખાનામાં ગાયોની કતલથતી હોવાની બાતમી હકિકત આધારે પોલીસ સાંસરોદ ગામે કતલખાના ઉ૫ાર રેડ કરતા ચાર ઇસમોને ગાયોની કતલ કરતા પકડી પાડેલ દરમ્યાન ગ્રામજનોએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસના વાહનોને સળગાવી દેવાનો બનાવ બનવા પામેલ હતો જે ગુનાના કામે પ્રથમ ચાર આરોપીઓ પકડાયેલા હતા તેઓના વિરૂધ્ધમાં શ્રી સંદિપ સિંહ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યનાઓની સુચના આધારે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી જે ચારેય આરોપીઓ પૈકીના (૧) ફારૂકમહંમદ ગુલામહુસૈનબાપુ દિવાન રહે. સાંસરોદ, નવીનગરી, યાકુબ બાંગાના મકાનમાં તા.કરજણ જી.વડોદરા મુળ રહે. ભરૂચ, છોટા ખડકીવાડ, કાલુપુર તા.જી.ભરૂચ તથા (ર) ઇસ્માઇલ ઉર્ફે ગફુરહાજી અહમદ લીમડાવાળા રહે. સાંસરોદ, તા.કરજણ જી.વડોદરાનાની જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, વડોદરાનાઓ તરફ પાસા દરખાસ્તો મોકલી આપવામાં આવેલ જે પાસા દરખાસ્તો મંજુર કરી અ.નં (૧) ને ભાવનગર જીલ્લા જેલ તથા અ.નં (ર) ને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવા હુકમ કરેલ જે આધારે બન્ને આરોપીઓ તા.૧૧/૦૩/ર૦૧૪ ના રોજ જામીન ઉપર છુટતા બન્નેને શ્રી એ.એમ.સૈયદ, પોલીસ ઇન્સ્પેકટર, એલસીબી વડોદરા ગ્રામ્યનાઓએ પોલીસ અધિક્ષકશ્રીની સુચના અને માર્ગદર્શન આધારે છુટતા ની સાથે જ પકડી પાસા હેઠળ અટકાયત કરી ’’ ભાવનગર જીલ્લા જેલ ’’ તથા ’’ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ’’ ખાતે મોકલી આપવામાં આવેલ છે.