પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/5/2025 5:24:56 AM

મિલ્‍કત સંબંધી ગુનો ડિટેકટ ::-           

                વડોદરા ગ્રામ્ય જીલ્લાના ડભોઇ પો.સ્ટે.ની હદના ડભોઇ ટાઉનમાં ગાયત્રી કોમ્પલેક્ષ ખાતે ગત તા. તા.૦૮/૦૬/૧૪ કલાક /૦૦ થી ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન બનેલ છે. જે કામે હકીકત એવી છે કે, કામના  ફરીયાદીના બંધ મકાનના દરવાજાનુ લોક તોડી દરવાજો ખોલી મકાનમા પ્રવેશ કરી મોબાઇલ.નં- કિ.રૂ.૨૫૦૦૦/- તથા કોમ્પેક કંપનીનુ લેપટોપ નંગ- કિ.રૂ.૨૦,૦૦૦/- તેમજ ATM કાર્ડ નં- , પાનકાર્ડ નં- , ચુટણી કાર્ડ- કિ.રૂ.૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ  ગયેલ હતા. જે અંગે ડભોઇ પો.સ્ટે. I ગુ.ર.નં- ૯૫/૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો નોંધાવા પામેલ હતો.  

                જે કામે ગત તા.ર૯/૦૬/ર૦૧૪ ના રોજ, શ્રી એ.એમ.સૈયદ, પોલીસ ઇન્સ્પેકટર, એલસીબી વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓને બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ ચોરીના મોબાઇલ ફોન લઇને ડભોઇ ટાઉન, ટાવર ચોકી પાસે આવેલ મોબાઇલની દુકાન ઉપર આવવાનો હોવાની બાતમી હકીકત આધારે બે પંચોના માણસો સાથે વોચમાં ગોઠવાઇ જઇ બાતમી હકીકત વાળો ઇસમ આવતા તેની પુછપરછ  કરતા તેનું નામ રાહુલભાઇ રમેશભાઇ મોચી રહે. નવાપુરા, વિસ્તાર, ડભોઇ ટાઉન તા.ડભોઇ જી.વડોદરાનો હોવાનું જણાઇ આવેલ તેમજ તેની પાસેથી મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ. ૧૩,પ૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તેની પુછપરછ કરતા તેણે તેના મીત્ર સાથે આશરે વીસ દિવસ પહેલા, ડભોઇ ટાઉનમાં ગાયત્રી કોમ્પલેક્ષના મકાનમાંથી તાળુ તોડી મકાનમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ હતી જે આધારે સદરહું આરોપી રાહુલ રમેશભાઇ મોચી ને તા.ર૯/૦૬/૧૪ ના કલાક ૧૧/૦પ વાગે અટક કરી આગળની તપાસ તજવીજ માટે પો.ઇન્સ.શ્રી ડભોઇ પો.સ્ટે.નાઓને સુપ્રત કરેલ છે.