પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

સાફલ્યગાથા

5/2/2024 3:42:33 PM

રીઢા વાહન ચોરને પકડતી લોકલ ક્રાઇમ બ્રાંન્‍ચ, વડોદરા ગ્રામ્‍ય, વડોદરા

                      અત્રેના વડોદરા ગ્રામ્ય, જીલ્લામાં વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારૂ શ્રી સંદિપ સિંહ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓએ, એ.એમ.સૈયદ, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઇમ બ્રાંન્ચનાઓને સુચના આપવામાં આવેલ હતી જે અન્વયે આજરોજ તા.૧ર/૦૮/૧૪ ના રોજ એલસીબીના પો.સ.ઇ.શ્રી બી.એન.સગર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન અંગત ભરોસાના બાતમીદારથી હકીકત મળેલ કે, એક શંકાસ્પદ ઇસમ દુમાડ ચોકડી થી દુમાડ ગામ તરફ જવાના રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં આંટા-ફેરા મારે છે તેવી હકીકત આધારે સદરહું ઇસમની તપાસ કરતા એક ઇસમ શકમંદ હાલતમાં મળી આવેલ જેની પુછપરછ કરતા તેનું નામ અંદરસિંગ ઉર્ફે અન્દુ નારસીંગ રાઠવા રહે.સીમાટા, પટેલ ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનું જણાવેલ. અને તેને વિશ્વાસમાં લઇ યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા તે તથા તેના સાગરીતો સાથે મળી છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન સોખડા, ગોઠડા, ટુંડાવ, પ્રતાપપુરા, વિગેરે જગ્યાએ મોટરસાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જેથી ખાતરી કરતા સોખડા ગામેથી તા.ર૪-રપ/૦ર/ર૦૧૩ ની રાતના સોખડા ગામેથી મોટરસાયકલ ચોરી થયેલ હોય જે અંગે વડોદરા તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ૪પ/ર૦૧૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમને સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજબ અટક કરી આગળની કાર્ગવાહી અર્થે વડોદરા તાલુકા પો.સ્ટે.ને સુપ્રત કરેલ છે.

                ઉપરોકત આરોપીની પુછપરછ દરમ્યાન તે તથા તેના સાગરીતો સાથે મળીને વડોદરા જીલ્લાની આજુબાજુના ગામ સોખડા, ગોઠડા, ટુંડાવ, પ્રતાપપુરા, સાવલી ટાઉન, ગણપતપુરા, કમલપુરા, વિગેરે વિસ્તારમાં તથા આણંદ જીલ્લાના આંકલાવ, ખંભાત, તારાપુર તથા આણંદ વિસ્તારમાંથી મોટર વાહન ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અન્વયે અત્રેના વડોદરા ગ્રામ્ય જીલ્લાના વડોદરા તાલુકા સાવલી, ભાદરવા, ડેસર પો.સ્ટે.માં મળી કૂલ ૧ર મોટર વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે. 

વડોદરા ગ્રામય જીલ્લાના નીચે મુજબના વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ થયેલ છે.

અ.નં

પો.સ્ટે. ગુ.ર.નં/કલમ

વડોદરા તાલુકા I ગુ..નં.૪૫/૧૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબ 

સાવલી. I ગુ..નં - ૩૮/૧૩ .પી.કો. કલમ - ૩૭૯ મુજબ

ભાદરવા . I ગુ..નં. /૧૩ .પી.કો. કલમ ૩૭૯

ડેસર I ગુ.રનં- ૨૮/૧૩ .પી.કો કલમ- ૩૭૯  

સાવલી I ગુ..નં- ૬૦/૧૩ .પી.કો કલમ- ૩૭૯ મુજબ  

સાવલી પો સ્ટે I ગુ..નં.૬૩/૧૩  .પી.કો કલમ ૩૭૯ મુજબ

વડોદરા તાલુકા I ગુ..નં.૯૫/૧૩ .પી.કો.કલમ ૩૭૯ મુજબ 

ભાદરવા. I ગુ.ર.નં- ૫૮/૧૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ.

સાવલી પો.સ્‍ટે I ગુ.રનં.૧૦૬/૧૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.

૧૦

સાવલી પો.સ્‍ટે. I  ૯૯/૨૦૧૩  IPC ૩૭૯ મુજબ

૧૧

સાવલી I ગુ.ર.નં. ૦૬/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯

૧૨

સાવલી પો.સ્ટે. I ૧૨/૧૪ I P C કલમ ૩૭૯ મુજબ

 

નાસતો ફરતો આરોપી અટક ::-

                                 ડેસર પો.સ્ટે. થર્ડ ૪૪૧/૧૩ પ્રોહી કલમ ૬૬(૧)બી ૬૫એઇ મુજબના કામનો નાસતો ફરતો આરોપી વાસુદેવ ગોવિંદભાઇ માળી રહે. સાવલી ભાથીજી મંદિર પાસે તા.સાવલી જી.વડોદરાનાનો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હોય જે આરોપીને તા.૧૩/૦૮/૧૪ ના કલાક ૧૬/૪૫ વાગે અટક કરી આગળની કાર્યવાહી અર્થે ડેસર પો.સ્ટે.ને સુપ્રત કરેલ છે.