લક્ષ્ય અને હેતુઓ
વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ બનેલ ગુનાઓની યોગ્ય તપાસ તથા વણશોઘાયેલા ગુનાઓ શોધવા અને ગુના બનતા અટકાવવા એ મુખ્ય ઘ્યેય છે. જેમાય વડોદરા ગ્રામ્ય જિલ્લાનાં તાલુકા/ગામોમાં રહેતા લોકોની સલામતી જાળવવાનો ઉદ્દેશ્ય છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ ઉપરોકત ઉદ્દેશ્ય / હેતુઓ માટે જાતિ, ધર્મ, ભાષા કે પ્રાદેશિકતા થી પર રહીને તટસ્થતાથી કામગીરી કરે છે. રાષ્ટ્ર વિરોધી અને આંતકવાદી પ્રવૃત્તિઓને ઉગતી ડામી દેવા માટે હંમેશ જાગ્રત રહી કામગીરી કરી રહી છે. આ માટે સ્પેશિયલ ઓપરેશન ગૃપની જિલ્લામાં રચના કરેલ છે અને તેના થકી આ બાબત અંગે વિશેષ કાળજી રાખી કાર્યવાહી કરવામાં આવે છે.
ગુના બનતા અટકાવવા માટે તથા બનેલા ગુનાઓ શોધવા માટે કાયદાની મર્યાદામાંરહીને છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ વિજ્ઞાન ટેક્નોલોજી તથા ઇન્ટરનેટની મદદથી ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે.
વડોદરા ગ્રામ્ય પોલીસે નકકી કરેલા લક્ષ્યાંકો
(૧) ગત સાલ ૨૦૧૧ માં ભાગ ૧ થી પ ના ગુનાઓ કુલ – ૧૮૪૨ નૉંધાયેલા તે સામે ૧૫૩૦ ડિટેક્ટ થયેલા હતા. ચાલુ સાલે આ ગુનાઓ પર નિયંત્રણ મેળવવાનું લક્ષ્યાંકછે. ગત સાલે સરખા માસ સાથે સરખામણી કરતાં તા.૩૧/૦૫/૧૨ સુધીના આ ગુના ૧૦૬ ઘટ્યા છે. ડિટેક્શનનું પ્રમાણ પણ લક્ષ્યાંક મુજબ વધેલ છે.
(ર) ગત સાલ ૨૦૧૧ માં મિલકત વિરૂઘ્ધના કુલ ગુનાઓ ૨૯૩ નૉંધાયેલા તેમાંથી ૧૧૦શોધાયેલા હતા. ચાલુ સાલે તા.૩૧/૦૫/૧૨ સુધી કૂલ – ૧૫૯ ગુનાઓ નૉંધાયા છે. તે સામે ૩૯ ગુનાઓ શોધાયા છે. મિલ્કત સબંધી ગુન્હા ડીટેકટશનનું લક્ષ્યાંક ગત વર્ષ કરતા૫ % વધુ થાય તે અંગે લક્ષ્યાંક નકકી કરાયેલ છે.
(૩) ગત સાલ ૨૦૧૧ માં પ્રૉહીબીશન અંગેના કુલ ૧૫૯૧૪ કેસો શોધાયેલા હતા. તે સામે ૧૦ % જેટલા કેસો શોધવાનું લક્ષ્યાંક રખાયેલ છે. ચાલુ વર્ષે તા.૩૧/૦૫/૧૨ સુધીમાં૬૪૫૭ કેસો શોધી કઢાયા છે. જે ગત વર્ષના સરખા માસ કરતા ૨૨૨ વધુ છે.
(૪) ગત સાલ ર૦૧૧ માં અટકાયતી પગલાંના કૂલ ૨૯૩૯૭ કેસો હતા. તે સામે ૧૦ % જેટલા અટકાયતી પગલા વધુ કરવા લક્ષ્યાંક રખાયેલ છે. ચાલુ વર્ષે તા.૩૧/૦૫/૧૨સુધીમાં ૧૦૧૪૬ અટકાયતી પગલા વધુ લેવાયેલ છે. જે ગત વર્ષના સરખા માસ કરતા ૨૦૯ વધુ છે.
(પ) ટ્રાફિક :-
ગત વર્ષે ૨૦૧૧ માં ટ્રાફિકના અકસ્માતના ગુનાઓ કુલ ૯૬૧ નૉંધાયેલા છે જે વર્ષ ૨૦૧૦ કરતા ૭૩ ગુનાઓ ઓછા બનવા પામેલ છે. તેમજ ગુનાઓ ઘટાડવાના લક્ષ્યાંકને સિઘ્ધ કરવાના પ્રયત્નોરૂપે તા.૩૧/૫/૧૨ સુધીમાં ૪૬૨ કેસો નૉંધાયા છે. લોકોને ટ્રાફિક સુવિધાઓ પુરી પાડવા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા તથા ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની તમામ કામગીરી હાથ ધરવાનું નકકી કરેલ છે. ટ્રાફિક રેલીઓ, પરિસંવાદો, ટ્રાફિક શિક્ષણ પત્રિકા વગેરેનું યોજનાબઘ્ધ રીતે આયોજન કરવાનું નકકી કરેલ છે.
(૬) વડોદરા ગ્રામ્ય જીલ્લામાં જેલમાં સજા ભોગવતા પાકા – કાચા કામના કેદીઓ પેરોલ –ફર્લો રજા લઇને ઘરે આવે અને રજા પૂર્ણ થયેથી જેલમાં પરત ફરવાને બદલે નાસતા ફરતા રહે છે તેવા કેદીઓને પકડવા માટે પેરોલ – ફર્લો સ્કવોર્ડની રચના કરવામાં આવેલ છે.
(૭) વડોદરા ગ્રામ્ય જીલ્લામાં આવેલ ૧૩ પો.સ્ટે.ના કાર્યક્ષેત્રમાં મહીલાઓ ઉપર દહેજ માંગણીઓ અનુસંધાને અથવા અન્ય કારણોસર અત્યાચારો થાય છે. જે અંગેની ફરીયાદોના નિવારણ માટે અત્રેના જીલ્લામાં વડોદરા કોઠી બિલ્ડિંગ ખાતે અલાયદુ મહીલા પોલીસ સ્ટેશન ખોલવામાં આવેલ છે.
(૮) વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસના આવાસના મકાનો તથા પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટના મકાનો ખુબ જુના અને જર્જરીત છે. જેથી આ અંગે વિશેષ ઘ્યાન આપીને ગુજરાત પોલીસ આવાસ નિગમ મારફતે તબક્કાવાર નવા આવાસો પુરા પાડવા તથા નવા પોલીસ સ્ટેશનો બનાવવાનું લક્ષ્ય નકકી કરેલ છે. જેને યૉગ્ય પ્રાથમીકતા આપવામાં આવે છે.
(૯) વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસનું હેડ કવાર્ટર વર્ષોથી પ્રતાપનગર ખાતે હતુ. જે હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લાનું સ્વતંત્ર હેડ કવાર્ટર છાણી ખાતે તબદીલ કરવામાં આવેલ છે.
અંતમાં-
અમે કટીબઘ્ધ છીએ
(૧) ફરજ પ્રત્યેની અમારી નૈતિકતા અને જવાબદારી પ્રત્યે.
(ર) કાયદો વ્યવસ્થા જળવવાની અમારી મુખ્ય કામગીરી પ્રત્યે.
(૩) પોલીસ પ્રજાનો મિત્ર છે, સાથે છે અને રક્ષક પણ છે તેને સાર્થક કરી બતાવવાનાઅમારા પ્રમાણીકતા ભર્યા પ્રયત્નૉ પ્રત્યે. પ્રજાની ફરીયાદોના ઝડપી નિકાલ પ્રત્યે.
(૪) ગુનાખૉરી ડામવાની અને પ્રજાને તથા જાહેર વ્યવસ્થાને સુરક્ષા પ્રદાન કરવાની અમારી નિષ્ઠા પ્રત્યે.
(પ) સરકારી યૉજનાઓ અને કાર્યક્રમોમાં સકારાત્મક અભિગમ દાખવવા પ્રત્યે.
(૬) વિકાસની પ્રકિયા સાથે કદમ મિલાવવાના પોલીસના અભિગમ પ્રત્યે.
(૭) અમારા કર્મચારીઓ અને અમલદારોના વેલ્ફેરની જવાબદારી પ્રત્યે