પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

આરેએસ.પી. (રોડ સેફટી પ્રોજેકટ)

5/22/2022 7:05:40 PM

અત્રેના જિલ્લામાં દર વર્ષે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય નવી દિલ્હીના આદેશ અનુસાર માર્ગ સલામતી સપ્તાહ ઊજવવામાં આવે છે જેમાં માર્ગ સલામતીના ટ્રાફિક નિયમોની સમજ સામાન્ય માણસોને મળી શકે તે માટે ટ્રાફિક નિયમોની પત્રિકાઓ છપાવી વાહનચાલકો તથા શાળા-કોલેજ વિઘાર્થીઓને તેમ જ પ્રજાજનોને વહેંચવામાં આવે છે. તેમ જ મુખ્ય હાઈવે ઉપર માર્ગ સલામતીના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ અધિકારીશ્રી તેમ જ પોલીસ કર્મચારી તેમ જ સરકારી દવાખાનાના ડોકટરશ્રીની ટીમ તેમ જ આર.ટી.ઓ. અધિકારીશ્રી તેમ જ માઈક્રો વડોદરા ડીઝલ (એલ.એમ.પી.), સૂરજ એસ્ટેટ જલારામ મંદિર રોડ, વડોદરાનો સ્ટાફ તથા જાહેર સેવકો હાજર રહે છે અને પોલીસ માણસોથી વાહનોને રોકવામાં આવે છે, જે વાહનચાલકોની આંખ તપાસણી ડોકટરશ્રી તરફથી કરવામાં આવે છે. તેમ જ વાહનોની માઈક્રો વડોદરા ડીઝલ (એલ.એમ.પી.), મારફતે વાહનોની મેકેનિકલ ચકાસણી કરવામાં આવે છે તેમ જ વાહનની આગ-પાછળ રિફલેક્ટરો લગાવવામાં આવે છે, તેમ જ વાહનની જમણી બાજુના હેડ લાઈટના ભાગે પીળા પટ્ટા, મઘ્ય ભાગે કાળું ટપકું કરવામાં આવે છે. .તેમ જ હાઈવે રોડ ઉપર રોડ પરિસ્થતિ દર્શાવતાં સાઇન બોર્ડ મૂકવામાં આવે છે.

તેમ જ રાહદારીઓને સલામત રીતે રસ્તા ઓળંગવા તેમ જ ચાલવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે તેમ જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સાયકલસવારોને અને બીજા વાહનચાલકોને વખતોવખત ટ્રાફિક નિયમોની પત્રિકા છપાવી વહેંચણી કરી માર્ગદર્શન આપવામાં આવે છે તેમ જ વાહનો ઊભાં રાખવાની મનાઈવાળા વિસ્તારોમાં વાહન ઊભાં રાખવામાં ન આવે તે જોવામાં આવે છે તેમ જ ઉત્સવ અને પ્રસંગોએ જરૂરી જણાયે ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા રાખવામાં આવે છે.
આ ઉપરાંત જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાળા-કોલેજના વિઘાર્થીઓ તેમ જ ગામ આગેવાનો ,વાહનચાલકો ઘણી ખરી જગ્યાએ ધારાસભ્યશ્રીઓની હાજરી માર્ગ સલામતીના ભાગરૂપે રેલી કાઢવામાં આવે છે, જેમાં માર્ગ સલામતીના સૂત્રો જેવાં કે,

"વધુ ગતિની ઘડીક મજા, મોતની કાયમ સજા"

"સલામતીનો રસ્તો, સરવાળે સસ્તો"

"બેદરકારીથી ફરે,  તે રસ્તા વચ્ચે મરે"

"નશો કરી જે વાહન ચલાવે, મંજિલ પહેલાં તે મરે"

"ટ્રાફિક નિયમોનો ભંગ, ખોટું થશે તમારું અંગ"

જેવાં કે વગેરે વગેરે દર્શાવતાં બેનરોથી પ્રજાજનોને જાગ્રત કરવામાં આવે છે તેમ જ ઉચ્ચ અધિકારી હાજર રહી પ્રજાજનોને કહી જણાવે છે કે ટ્રાફિક નિયમોનું પાલનએ પ્રજાનું રક્ષણ છે.

આ ઉપરાંત વાહનના આગળના જમણી હેડ લાઇટના પીળા પટ્ટા બાબતે, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ બાબતે. તેમ જ ડાબી બાજુએથી ઓવરટેક, આડેધડ પાર્કિંગ, રાત્રીના સમયે હાઈવે રોડ ઉપર ઊભેલ વાહનની પાછળ પાર્કિંગ લાઇટ કે રિફ્લેક્ટર ન હોવા તેમ જ લીમીટ કરતાં વધુ સ્પીડે વાહન હંકારવા બાબતે.આવી ખામીઓ (ભૂલો) કરવાના કારણે અકસ્માતો સર્જાય છે. તો આવા અકસ્માતો નિવારવા માટે જિલ્લાના પોલીસ સ્ટેશનના થાણા અમલદારોથી રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન હાઈવે ઉપર વાહનો ઊભેલા હોય અને પાર્કિંગ લાઇટ રિફ્લેક્ટર ન હોય સલામતી માટે પગલાં લેવામાં આવે છે તેમ જ હેડ લાઇટના ભાગે પીળા પટ્ટા કરવામાં આવે છે, તેમ જ ચાલું વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં તથા આડેધડ વાહનો પાર્કિંગ કરતા તેમ જ વધુ સ્પીડમાં ચલાવતા વાહનચાલકો સામે કાયદાની જોગવાઈ મુજબ પગલાં લેવા ડ્રાઇવ રાખવામાં આવે છે.