હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

એલ.સી.બી. શાખા, વડોદરા ગ્રામ્ય, વડોદરા ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી

તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા.રર/૧૧/૨૦૧૫

મિલ્કત સંબંધી લુંટનો ગુનો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા.....

                 બે માસ અગાઉ ભાયલી ગામ પાસે અરોમા એવન્યુ નજીક સાયકલ ઉપર જતા નરસીંહભાઇ ધુળાભાઇ પરમાર રહે. વાસણા, પંચમુખી, હાઉસીંગ ફલેટ, વડોદરા શહેરનાને એકટીવા ઉપર આવેલ એક ઇસમે ફરીયાદીને હું પોલીસ વાળો છુ તે દારુ પીધેલો છે તારા ઉપર કેસ કરવો છે તેમ કહી ધમકી આપી ફરીયાદીનો મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયા ૧૦,૩રપ/- મળી કૂલ રૂ. ૧૪,૩રપ/- ની મત્તાની લુંટ કરી  નાસી ગયેલ હતો. જે અંગે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પામેલ હતો.

               શ્રી શરદ સિંઘલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી કે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, તથા શ્રી ડી.ડી.શિમ્પી, પો.સબ.ઇન્સ. લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓએ આજરોજ બાતમી હકિકત આધારે ભાયલી ગામેથી એક ઇસમ નામે મુકેશ ગણેશભાઇ ઠાકોર રહે. કડુજી નગર, અકોટા, વડોદરા શહેરનાને ઉપરોકત લુંટમાં ગયેલ મોબાઇલ ફોન તેમજ ગુનાના કામે વપરાયેલ એકટીવા મળી કૂલ રૂ.૧૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને તા.ર૦/૧૧/૧પ ના રોજ અટક કરી આગળની કાર્યવાહી માટે પો.સ.ઇ.શ્રી વડોદરા તાલુકા પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.

 

સ્કોર્પિયો ગાડીમાં હેરાફેરી કરાતો ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરતી, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા..... .... ... ... .. ..

               શ્રી શરદ સિંઘલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યનાઓએ આગામી સ્થાનીક સ્વરાજ ચૂંટણી યોજાનાર હોય જે અનુંસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહીબીશનની પ્રવૃતી આચરતા ઇસમો તેમજ પ્રોહીનો જથ્થો લાવી સપ્લાય/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે, આધારે તા.૧૮/૧૧/૧પ ના  શ્રી કે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓને બાતમી હકિકત મળેલ કે, તતારપુરા ગામનો સંજય બેચરભાઇ ઠાકરડા નો એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર GJ 06 EH 4118 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને તેના ઘર આગળ મુકેલ છે જે ચોકકસ બાતમી હકિકત આધારે શ્રી વી.કે.ગઢવી, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તતારપુરા ગામે બાતમીવાળા ઇસમ (સંજય બેચરભાઇ ઠાકરડા) ને ત્યાં રેડ કરતા તે સ્કોર્પિયો ગાડીમાંથી કંઇક ઉતારીને ઘરમાં મુકતો હતો તે પોલીસની ગાડી જોઇ નાસી ગયેલ હતો. જેના ઘરમાંથી તેમજ સ્કોર્પીયો ગાડીની ઝડતી તપાસ કરતા ઇંગ્લીશ દારુ/બીયરની કૂલ બોટલો નંગ- પ૬૪ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- તથા સ્કોર્પીયો ગાડી-૦૧ કિ.રૂ.પ,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૬,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી વરણામા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવેલ છે. તેમજ નાસી જનાર પ્રોહી બુટલેગર્સ સંજયભાઇ બચેરભાઇ ઠાકરડા રહે. તતારપુરા ને પકડવાના ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.

 

નાસતો ફરતો આરોપી અટક (૦૩) ::-

            શ્રી શરદ સિંઘલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યનાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે આધારે શ્રી કે.જે.ચૌધરી, પો.ઇન્સ. એલસીબી વડોદરા ગ્રામ્યનાઓએ એલસીબીના માણસો સાથે નાસતા ફરતા આરોપી પકડવા જુંબેશ હાથ ધરેલ અને બાતમી હકિકત આધારે ડભોઇ પોલીસ સ્ટેશનમાં સને ર૦૧૪ ના વર્ષમાં છોકરીને ભગાડી લઇ ગયા અંગેનો અપહરણ અંગેનો ડભોઇ ફર્સ્ટ ૪ર/ર૦૧૪ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં નાસતો ફરતો આરોપી મહેન્દ્રભાઇ ઉકેડભાઇ વસાવા રહે. પાટીયાપુરા તા.વાઘોડીયા જી.વડોદરાનાને પકડવાનો બાકી હોય જે આરોપીને બાતમી હકિકત આધારે વાઘોડીયા એસ.ટી.ડેપો  ખાતેથી તા.૧૭/૧૧/૧પ ના રોજ કલાક ૧૯/૧પ વાગે અટક કરી આગળની તપાસ તજવીજ માટે પો.ઇન્સ. શ્રી ડભોઇને સુપ્રત કરેલ છે.

                 સને ર૦૧૩ ના વર્ષમાં કરજણ પોલીસ સ્ટેશની હદના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સોહીલ ઇસ્‍માઇલ પીરણ રહે.ખોલવાડ, રાણી મહોલ્લો, તા.કામરેજ જી.સુરતનાનો પકડવાનો બાકી હોય જે ના.ફ. આરોપીને આજરોજ તા.૧૯/૧૧/૧પ ના કલાક ૦૦/૩૦ વાગે કરજણ ધાવટ ચોકડી ઉપરથી ધરપકડ કરી આગળની તપાસ તજવીજ માટે પો.ઇન્સ.શ્રી કરજણ પોલીસ સ્ટેશન નાઓને સુપ્રત કરવામાં આવેલ છે.

              ભાદરવા પોલીસ સ્ટેશનના I ગુ.૨.નં.૬૮/૦૮ ઈ.પી.કો. કલમ ૩૯૪ થી  નોંધાયેલ  હતો, જે  ગુનાના કામે નાસતો ફરતો આરોપી ૨મેશ અ૨જણ ચુનારા વાઘરી, ૨હે.કાણોત૨, તા.બાવળા, જી.અમદાવાદ નાનો પકડવાનો બાકી હોય જે નાસતા ફરતા આરોપીને આજરોજ તા.ર૦/૧૧/૧પ ના કલાક ૧૨/૩૦ વાગે મંજુસર જીઆઇડીસી ગેટ નંબર-૦૧ ઉપરથી ધરપકડ કરી આગળની તપાસ તજવીજ માટે પો.સબ.ઇન્સ.શ્રી ભાદરવા પોલીસ સ્ટેશન નાઓને સુપ્રત કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 27-11-2015