|
એલસીબી શાખા સારી કામગીરી તા.૦૭/૧૦/૧૩ થી તા.૧૩/૧૦/૧૩
મિલ્કત સંબંધી અનડીટેકટ ગુનો ડીટેકટ ::-
વડોદરા શહેરના ફતેગંજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ર૬૦/ર૦૧૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો મોટર સાયકલ ચોરીનો ગુનો તા.ર૮/૦૯/૧૩ ના કલાક ૦૮/૧પ થી કલાક ૦૩/૧પ વાગ્યા દરમ્યાન મોજે છાણી જકાતનાકા ઇન્ટીવા ઇન્ફરમેટીક કંપનીના બેઝમેન્ટમાંથી ચોરી થયેલાનો બનાવ બનેલ જે ગુનો અનડીટેકટ હોય જે કામે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલસીબી વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓને મળેલ બાતમી હકિકત આધારે આરોપી દિનેશ વિનોદભાઇ સોની રહે. ૪૦૧, શાંતીનાથ કોમ્પલેક્ષ, મહાવીર હોલની સામે, આજવા રોડ, વડોદરા શહેરને દુમાડ ચોકડી ખાતેથી તા.૦૮/૧૦/૧૩ ના કલાક ર૧/૩૦ વાગે અટક કરી ચોરીમાં ગયેલ હોન્ડા એકટીવા મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- ની કબ્જે કરી ઉપરોકત મોટર વાહન ચોરીનો ગુનો ડીટેકટ કરેલ છે.
-:: પ્રોહીબીશનના ગુના ::-
પાદરા પો.સ્ટે. III ૧૧૩૪/૧૩ પ્રોહી એકટ કલમ- ૬૬(૧) બી, ૬૫ એઇ, ૧૧૬(૧)બી મુજબના કામના ફરીયાદી હે.કો બાલાસાહેબ ઇબ્રાહિમ, બ.ન. ૧૬૧૩ નોકરી પાદરા પો.સ્ટે નાઓને મળેલ બાતમી આધારે મોજે સોમજીપુરા ગામના સ્મશાન પાસે, પ.કી.મી.૧૩ ડબકા ઓ.પી ખાતે વોચમાં હાજર હતા દરમ્યાન આ કામના ત્હોદાર ચંદુભાઇ દલપતભાઇ પઠીયાર રહે. નરસિંહપુરા છેલ્લુ ફળીયુ તા.પાદરા નાએ વગર પાસ પરમીટે પોતાના કબજાની સફેદ ફન્ટી કાર નંબર વગરનીમાં જુદા જુદા માર્કાની ઇગ્લીશ દારૂની બોટલો નંગ – ૬૪ કિં.રૂ-૨૫,૬૦૦/- તથા સફેદ મારૂતી ફન્ટીની કિં.રૂ-૨,૦૦,૦૦૦/- ની મળી કુલ કિં.રૂ.૨,૨૫,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતનો ગુનો તા.૧૨/૧૦/૧૩ ના કલાક-૨૦/૩૦ વાગે નોંધાયેલ છે. તપાસ ચાલુ છે.
|