હું શોધું છું

હોમ  |

પાસપોર્ટ રિસીવીંગ સેન્ટર
Rating :  Star Star Star Star Star   

વડોદરા જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી, વડોદરા કોઠી કચેરી ખાતે આવેલી છે, જેમાં પાસપોર્ટ રિસીવિંગ સેન્ટર વડોદરા જિલ્લાના પાસપોર્ટ અરજદારો માટે સુવિધા પૂરી પાડવાના હેતુથી તા. ૦૧/૦ર/ર૦૦રથી જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ પાસપોર્ટ એપ્લિકેશન કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા ગ્રામ્યનો કોડ નં.૯૦૭ આપવામાં આવ્યો છે.

જે પોલીસ અધીક્ષક વડોદરા ગ્રામ્યની એલ.આઇ.બી. શાખામાં કાર્યરત કરવામાં આવેલ છે. પાસપોર્ટ અરજી સ્વીકારવા માટે અધિકૃત સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. પાસપોર્ટ અરજી સ્વીકારવાનો સમય સોમવારથી શુક્રવાર ક.૧૧/૦૦થી ૧૩/૦૦ સુધીનો રાખવામાં આવ્યો છે. તે દરમિયાન અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે અને સ્વીકાર્યા અંગેની પહોંચ આપવામાં આવે છે, જેમાં અરજીનો ફાઈલ નંબર તથા ડિમાન્ડ ડ્રાફ્ટની રકમ તથા બેન્કનું નામ તથા અરજદારનું નામ- સરનામું લખવામાં આવતું હોય છે. અરજી સ્વીકાર્યા બાદ સંબંધકર્તા પોલીસ સ્ટેશન તરફ વેરિફિકેશન માટે જે તે દિવસે અરજી મોકલી આપવામાં આવે છે અને વેરિફાઈ થઈ આવ્યા બાદ અભિપ્રાય સહ રિજિયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ સામે, ગુલબાઈ ટેકરા, યુનિવર્સિટી રોડ, અમદાવાદનાઓને મોકલવામાં આવે છે અને ઇન્ટરનેટ ઉપર રિજિયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદની વેબ સાઇટ ચાલુ કરવામાં આવી છે. જેમાં જે તે દિવસે જ અભિપ્રાય આપ્યો છે કે આપ્યો નથી અગર પેન્ડિંગ છે તે અંગેની રોજેરોજ અપલોડિંગની કાર્યવાહી કરવામાં આવે છે, જેથી અરજદારોને પાસપોર્ટ ફેસિલિટી ઝડપથી મળી રહે છે. અરજીઓ મળ્યા તથા નિકાલ અને પેન્ડિંગ અંગેની હકીકત દર માસે માસિક પત્રક રૂપે રિજિયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદનાઓને ફેક્સથી મોકલવામાં આવે છે. અને આ કાર્યવાહીની દેખરેખ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારી કરે છે, જેઓ અરજદારોને પડતી મુશ્કેલીઓ નિવારવામાં મદદ કરે છે. આ પાસપોર્ટ રિસીવિંગ સેન્ટરને જિલ્લામાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-06-2006