|
પ્રોહી ગણનાપાત્ર કેસ ::- ૦ર
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલસીબી વડોદરા ગ્રામ્ય નાઓને મળેલ બાતમી હકીકત આધારે તા.૧૮/૦૭/ર૦૧૪ ના રોજ એક ઇનોવા ગાડી નંબર GJ 06 CM 9246 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ તરફથી ભરી લઇ આવનાર હોવાની બાતમી હકીકત આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે ભરથાણા ગામની સીમમાં ને.હા.નં-૦૮ ઉપર બે પંચોના માણસો સાથે રાખી બાતમી હકીકતવાળી ગાડીની વોચમાં હતા સદરી ગાડી આવતા તે ગાડીમાં તપાસ કરતા જુદા-જુદા માર્કાનો ઇંગ્લીશ દારુ/બોટલો નંગ-૧૭૦૪ કિ.રૂ.૨,૨૦,૮૦૦/- તથા ઇનોવા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૭,૨૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે તુષાર કૌશીકભાઇ ટેલરને પકડી પાડેલ અને એક ઇસમ નાસી ગયેલ હોય જેથી પકડાયેલ ઇસમની પુછપરછ કરતા નાસી જનાર ઇસમનું નામ શેહબાજ મન્સુરી રહે. કાલોલનો હોવાનું જણાવેલ તેમજ સદર મુદ્દામાલ પાલેજ થી નીયામુદ્દીન ઉર્ફેુ મુન્નો તથા હનુમંતો ઉર્ફે હરેશનાઓએ ભરાવી આપેલ હોવાની હકીકત જણાવતા કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પો.સ્ટેશન થર્ડ ગુ.ર.નં. ૭૨૨/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૧૧૬(૧)બી, ૮૧, મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવેલ છે.
(ર) પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલસીબી વડોદરા ગ્રામ્ય નાઓને મળેલ બાતમી હકીકત આધારે તા.૧૮/૦૭/ર૦૧૪ ના રોજ એક ઇનોવા ગાડી નંબર GJ 06 DG 44 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ તરફથી ભરી લઇ આવનાર હોવાની બાતમી હકીકત આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે પોર-ઇટોલા ચાર રસ્તા, ને.હા.નંબર -૦૮ ઉપર બે પંચોના માણસો સાથે રાખી બાતમી હકીકતવાળી ગાડીની વોચમાં હતા સદરી ગાડી આવતા તે ગાડીમાં તપાસ કરતા જુદા-જુદા માર્કાનો ઇંગ્લીશ દારુ/બોટલો નંગ-૫૦૪ કિ.રૂ.૨,૨૬,૮૦૦/- તથા આરોપીના અંગઝડતીમાં મળેલ રોકડા રૂ.૬૦૦/- તથા મોબાઇલ-૦૧ કી.રૂ.૧૦૦૦/- તથા ઇનોવા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૭,૨૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ટેકુભાઇ હરીરામ તનવાણીને પકડી પાડેલ તેમજ સદર મુદ્દામાલ પાલેજ થી નીયામુદ્દીન ઉર્ફેુ મુન્નો તથા હનુમંતો ઉર્ફે હરેશનાઓએ ભરી આપેલ હોવાની હકીકત જણાવતા કાયદેસરની કાર્યવાહી કરી વરણામા પો.સ્ટેશન થર્ડ ગુ.ર.નં. ૩૯૫/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૧૧૬(ર), ૮૧, મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવેલ છે.
પાસા અટકાયતી અટક—૦૬
વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની પ્રવૃતી કરતા (૧) ગણેશ ઉર્ફે સાયબો મનહરભાઇ પટેલ રહે. પાદરા, બંગાળી ફળીયુ, તા.પાદરા જી.વડોદરા (ર) શંકરભાઇ બાબરભાઇ માળી રહે. જાસપુર તા.પાદરા જી.વડોદરા (૩) મહેન્દ્રભાઇ ઉર્ફે ટીનો શનાભાઇ ભોઇ રહે. નવાપુરા તા.પાદરા જી.વડોદરા (૪) સાજીદમીયા હમદુમીયા સૈયદ રહે. સેજાકુવા તા.પાદરા જી.વડોદરાનાઓને ત્યાં ગત તા.૦૬/૦૪/ર૦૧૪ નારોજ પો.ઇન્સ.શ્રી પાદરા પો.સ્ટે.નાઓ ધ્વારા નાકાબંધી દરમ્યાન પ્રોહી રેડ કરતા તેઓના કબ્જાની હ્યુન્ડાઇ સેન્ટ્રો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૭૩૨ જેની કુલ કિ.રૂ.૭૬,૮૦૦/- ની તથા હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૭૬,૮૦૦/- ના મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પાદરા પો.સ્ટેશન થર્ડ ગુ.ર.નં-૩૨૯/ર૦૧૪ પ્રોહીબિશન એકટ કલમ ૬૬(૧) બી, ૬પ એ.ઇ., ૮૧ મુજબ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવેલ હતો જે આરોપીઓ વિરૂધ્ધ પાસા દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપેલ હતી જે પાસા દરખાસ્તો જીલ્લા મેજી.શ્રી વડોદરા નાઓએ મંજુર કરી પાસા અટકાયતી (૧) ગણેશ ઉર્ફે સાયબો મનહરભાઇ પટેલને રાજકોટ જીલ્લા જેલ (ર) શંકર બાબર માળીને પાલારા ખાસ જેલ, ભુજ (૩) મહેન્દ્ર ઉર્ફે ટીનો શનાભાઇ ભોઇને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત (૪) સાજીદમીયા હમદુમીયા સૈયદને મહેસાણા જીલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ.
ઉપરોકત તમામ ચારેય પાસા અટકાયતીઓને અનુક્રમે (૧) ગણેશ ઉર્ફે સાયબો મનહરભાઇ પટેલને તા.૧૫/૦૭/૧૪ ના કલાક ૧૮/૩૦ વાગે અટકાયત કરી રાજકોટ જીલ્લા જેલ (ર) શંકર બાબર માળીને કલાક તા.૧૫/૦૭/૧૪ ના કલાક ૧૮/૪પ વાગે અટકાયત કરી પાલારા ખાસ જેલ, ભુજ (૩) મહેન્દ્ર ઉર્ફે ટીનો શનાભાઇ ભોઇને તા.૧૫/૦૭/૧૪ ના કલાક ૧૯/૦૦ વાગે અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત (૪) સાજીદમીયા હમદુમીયા સૈયદને તા.૧૫/૦૭/૧૪ ના કલાક ૧૯/૧પ વાગે અટકાયત કરી મહેસાણા જીલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
તેમજ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની પ્રવૃતી કરતા તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી (૫) દિનેશભાઇ કનુભાઇ માળી રહે. આજોડ તા.જી.વડોદરાની વિરૂધ્ધમાં વડોદરા તાલુકા પો.સ્ટેશનમાં (૧) વ.તાલુકા ફર્સ્ટ ૩૮/૧૪ ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮ વિગેરે (ર) વડોદરા તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ૧૦/૧૩ ઇપીકો કલમ ૩૨૪, ૩૫૪ મુજબ (૩) વ.તાલુકા થર્ડ ૭૪૪/૧ર પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬પએઇ (૪) વડોદરા તાલુકા થર્ડ ૩૬૮/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી ૬પએઇ મુજબના મારામારી તથા પ્રોહીના ગુના નોંધાયેલ હતા જે મજકૂર આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપેલ હતી જે પાસા દરખાસ્ત જીલ્લા મેજી.શ્રી વડોદરા નાઓએ મંજુર કરી પાસા અટકાયતી તરીકે અટક કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ,
તેમજ (૬) કલ્પેશભાઇ વિનોદભાઇ પરમાર રહે. પાદરા શામળકુવા, તા.પાદરા જી.વડોદરાને ત્યાં ગત તા.૦૬/૦૪/ર૦૧૪ નારોજ પો.ઇન્સ.શ્રી પાદરા પો.સ્ટે.નાઓ ધ્વારા નાકાબંધી દરમ્યાન પ્રોહી રેડ કરતા તેઓના કબ્જાની હ્યુન્ડાઇ સેન્ટ્રો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૭૩૨ જેની કુલ કિ.રૂ.૭૬,૮૦૦/- ની તથા હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૭૬,૮૦૦/- ના મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પાદરા પો.સ્ટેશન થર્ડ ગુ.ર.નં-૩૨૯/ર૦૧૪ પ્રોહીબિશન એકટ કલમ ૬૬(૧) બી, ૬પ એ.ઇ., ૮૧ મુજબ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવેલ હતો જે મજકૂર આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપેલ હતી જે પાસા દરખાસ્ત જીલ્લા મેજી.શ્રી વડોદરા નાઓએ મંજુર કરી પાસા અટકાયતી તરીકે અટક કરી જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હતો.
જે હુકમ આધારે અનુક્રમે (૫) દિનેશભાઇ કનુભાઇ માળી રહે. આજોડ તા.જી.વડોદરાને તા.૧૬/૦૭/૧૪ ના કલાક ૧૮/૪પ વાગે અટકાયત કરી ભાવનગર જીલ્લા જેલ તથા (૬) કલ્પેશભાઇ વિનોદભાઇ પરમાર રહે. પાદરા શામળકુવા, તા.પાદરા જી.વડોદરાને તા.૧૬/૦૭/૧૪ ના કલાક ૧૯/૦પ વાગે અટકાયત કરી જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.
નાસતા ફરતા આરોપી અટક –૦ર
પાદરા પોલીસ સ્ટેશન, એમ. કેસ નં.ર૮/૦૭ ઈ.પી.કો.ક. ૪ર૦, ૧ર૦બી, ૧૧૪ મુજબના કામના નાસતા-ફરતા આરોપીઓ (૧) અહેમદ ઉર્ફે રમેશ રસુલભાઈ ૫ઠાણ રહે.મોભા તા.૫Iદરા જી.વડોદરા (ર) રીનાબેન મહેશભાઈ ૫ટેલ રહે.મોભા તા.૫Iદરા જી.વડોદરા નાઓ તા.૧૮/૦૭/ર૦૧૪ ના રોજ કરજણ ટાઉન, ધાવટ ચોકડી ખાતે આવનાર હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે ઉપરોકત બન્ને નાસતા ફરતા આરોપીઓને પકડી તેઓની પુછપરછ કરતા તેઓએ આજથી સાતેક વર્ષ પહેલા પાદરા તાલુકાના મોભા ગામે છોકરીઓના લગ્ન કરાવવા અંગેનો ચીંટીંગ કરેલ હતુ જે અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો ત્યારથી અમો નાસતા ફરતા હતા.જેઓને અટક કરી પાદરા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવેલ છે. આમ, છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.
|