હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મંદિર ચોરી /ઘરફોડ કરતા રીઢા ઘરફોડચોરી કરતી ચુનારા વાઘરી ગેંગને ઝબ્બે કરી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા

                શ્રી સંદિપ સિંહ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓએ શ્રી એ.એમ.સૈયદ, પોલીસ ઇન્સ્પેકટર, એલસીબી વડોદરા ગ્રામ્યને વડોદરા ગ્રામ્ય જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ એકશન પ્લાન તૈયાર કરી આગોતરૂ આયોજન કરવા જણાવવામાં આવેલ. જેથી અગાઉ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઇસમો ઉપર વોચમાં રહેવા સારૂ શ્રી એ.એમ.સૈયદ, પો.ઇન્સ. એલસીબીનાઓએ એલસીબી સ્ટાફના માણસોને જરૂરી સુચના આપેલ જેથી તમામ માણસો અંગત બાતમીદારો રોકી વોચમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, (૧) મેલાભાઇ મયજીભાઇ ચુનારા વાઘરી (ર) ઈશ્વર ઉર્ફે ઇસુભાઇ મયજીભાઇ ચુનારા વાઘરી બન્ને રહે. સૈજપુર તા.બોરસદ જી.આણંદ (૩) અરવિંદભાઇ ભીમાભાઇ ચુનારા વાઘરી રહે.રણુ તા.પાદરા (૪) સંજયભાઇ ઉર્ફે વિજય બાબુભાઇ ચુનારા વાઘરી (૫) પરેશ ઉર્ફે અતુલ કાળાભાઇ ચુનારા વાઘરી બન્ને રહે. સાંકરદા તા.જી.વડોદરા (૬) કાળાભાઇ પ્રભાતભાઇ ચુનારા વાઘરી રહે. કોટંબી તા.વાઘોડીયા જી.વડોદરાનાઓ મંદિર/ઘરફોડ ચોરીઓ કરવાની એમ.ઓ. ધરાવે છે અને અગાઉ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા છે તેઓ સાંકરદા થી ભાદરવા જતા રોડ ઉપર પોઇચા ચોકડી ઉપર ભેગા થનાર હોવાની બાતમી હકીકત આધારે વોચ ગોઠવેલ હતી. અને બાતમી મુજબના માણસો આવતા તેઓને પકડી પાડવામાં આવેલ છે. જેઓની પુછપરછ કરતા વડોદરા ગ્રામ્ય જીલ્લાના પાદરા, કરજણ, શીનોર, સાવલી, ભાદરવા, ડેસર વિગેરે પો.સ્ટેશનની હદમાં મંદિરો તેમજ મકાનોમાં કુલ-૩૬ જેટલી ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જેમાં પોર ગામે આવેલ વિશ્વકર્મા મંદિરમાં,  સાધલી નજીક આવેલ કુકસ ગામે નાયાકાકાના મંદિરમાં,  તથા રણુ ગામે આવેલ તુળજા માતાના મંદિરમાં, તેમજ છાલીયેર ગામે સીકોતર માતાના મંદિરમાં, તથા પ્રતાપપુરા ગામે, વાઘેશ્વરી માતાના મંદિરમાં, શીહોરા ગામે હરસિધ્ધી માતાના મંદિરમાં તથા જાવલા ગામે હનુમાનજીના મંદિરમાં તથા ટુંડાવ ગામે કુંવારેશ્વર મહાદેવના મંદિરમાં આમ કુલ-૦૮ મંદિર ચોરી છે.

        ઉપરોકત આરોપીઓ પૈકી (૧) મેલાભાઇ મયજીભાઇ ચુનારા વાઘરી (ર) સંજયભાઇ બાબુભાઇ વાઘેલા (૩) અતુલ કાળુભાઇ જાતે ચુનારા વાઘરીનાઓને ભાદરવા પો.સ્ટે.ના ગુનાના કામે અટક કરી આગળની તપાસ તજવીજ માટે સુપ્રત કરવામાં આવેલ છે.

        તેમજ આજથી દોઢેક મહીના ઉ૫ર શીનોર તાલુકાના કુકસ ગામે આવેલ નાયકાકાના મંદિરમાં ૧૭ કિલો જેટલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી રૂ.૭,૯૦,૦૦૦/- ના મતાની ચોરી કરેલ હતી તે ગુનાના કામે આરોપી (૧) ઇશ્વરભાઇ ઉર્ફે ઇસુ મયજીભાઇ ચુનારા વાઘરી (ર) અરવિંદભાઇ ભીમાભાઇ ચુનારા વાઘરી (૩) કાળાભાઇ પ્રભાતભાઇ જાતે ચુનારા વાઘરીનાઓને શીનોર પો.સ્ટે.ના ઉપરોકત ચોરીના ગુનાના કામે અટક કરી આગળની તપાસ તજવીજ માટે સુપ્રત કરવામાં આવેલ છે.

        મેલાભાઇ મયજીભાઇ ચુનારા વાઘરીનાનો આજથી છએક વર્ષ ઉપર પાદરા તથા આણંદ જીલ્લામાં વિરસદ પો.સ્ટે.માં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે. તેમજ ઈશ્વર ઉર્ફે ઇસુ મયજીભાઇ ચુ.વાઘરી પણ વિરસદ પો.સ્ટે.માં પકડાયેલ છે તેમજ તે આમોદ પો.સ્ટે.માં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી છે તેમજ કાળા પ્રભાત ચુનારા વાઘરી આજથી વિસેક વર્ષ ઉપર વડોદરા શહેરના ડીસીબી પો.સ્ટે.માં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ત્યારબાદ આણંદ જીલ્લામાં પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે. તેમજ સંજય ઉર્ફે વિજય બાબુભાઇ ચુનારા વાઘરીનાનો બાર વર્ષની ઉમરનો હતો ત્યારથી ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરી કરે છે અને તે આજદિન સુધી પકડાયેલો નથી.

         ઉપરોકત તમામ ઇસમો પાડા મુંડવાની તેમજ બેંડ વગાડવાની મજુરી કરતા હોય જેથી વડોદરા જીલ્લાના જે જે ગામોમાં પાડા મુંડવા તેમજ બેંડ વગાડવા માટે જતા હોય ત્યારે જે જગ્યાએ ચોરી કરવાની હોય તે ઘર જોઇ આવતા હતા.

        ઉપરોકત તમામ આરોપીઓ અત્રેના જીલ્લા સિવાય, વડોદરા શહેર, આણંદ, ખેડા, તેમજ ભરૂચ જીલ્લામાં પણ 3૬ જેટલી જગ્યાઓએ મંદિર તેમજ મકાનોમાં ઘરફોડ ચોરી મળી કુલ ૬૮ જગ્યાએ ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરેલ છે.


વડોદરા ગ્રામ્ય જીલ્લાના ડીટેકટ થયેલ ગુનાઓ

અ.નં

પો.સ્ટે. ગુ.ર.નં./ કલમ

ભાદરવા  પો.સ્ટે. I ગુ.ર.નં.૫૧/૨૦૧૪ ઇ.પી.કો.કલમ .૪૫૭,૩૮૦ મુજબ

ડેસર પો.સ્ટે. I ગુ..નં- ૩૬/૧૪ .પી.કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ

કરજણ પો.સ્ટે I ગુ.ર.નં. ૧૩૨/૧૪ ઇ.પી.કલમ ૪૫૭,૩૮૦ મુજબ

શિનોર પો.સ્ટે. ફર્સ્ટ રપ/ર૦૧૪ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ 

પાદરા પો.સ્ટે. I ૪૮/૧૪ .પી.કો - ૪૫૭, ૩૮૦ મુજબ

કરજણ પો.સ્ટે I ગુ.ર.નં.૬૪/૧૪ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ

વડુ પો.સ્ટે I  ગુ..નં. ૧૩/૨૦૧૪ ઇ.પી.કો કલમ.૪૫૭, ૩૮૦ મુજબ  

 

વરણામા પો.સ્‍ટે. I ૧૩/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.

વરણામા પો.સ્‍ટે. I  ગુ.ર.નં- ૧૨/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦,

૧૦

પાદરા પો.સ્ટે I ગુ.ર.નં.૧૫૬/૧૩ઇ.પી.કો  કલમ.૪૫૭, ૩૮૦ 

૧૧

પાદરા પો.સ્ટે I ગુ.ર.નં.૧૪૧/૧૩ઇ.પી.કો  કલમ.૪૫૭, ૩૮૦ 

૧૨

કરજણ પોસ્‍ટે I ગુ.ર.નં- ૧૫૭/૧૩ ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

૧૩

પાદરા પો.સ્ટે. I ૧૦૭/૧૩ .પી.કો.કલમ- ૪૫૭, ૩૮૦

૧૪

ભાદરવા પો.સ્‍ટે. I ગુ..નં.૨૮/૨૦૧૩ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ

૧૫

કરજણ પો.સ્ટે I  ૧૮/૧૩ IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

૧૬

સાવલી પો.સ્ટે I ગુ.ર.નં- ૧૨૬/૧૨ ઇ.પી.કો.કલમ- ૪૫૭, ૩૮૦

૧૭

ડેસર પો.સ્ટે. I ગુ.ર.નં.૪૮/૨૦૧૨ ઇ.પી.કો .કલમ ૪૫૭,૩૮૦, મુજબ

૧૮

સાવલી પો.સ્ટે. I ગુ.ર.નં. ૮૯/૨૦૧૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

૧૯

પાદરા પો.સ્ટે. ફર્સ્ટ ૧પ૬/૧ર ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૨૦

ડેસર  I ૧૩/૧૨  .પી.કો કલમ.૪૫૭, ૩૮૦ મુજબ

૨૧

પાદરા પો.સ્‍ટે. I ગુ..નં.૪૪/૨૦૧૨ ઇ.પી.કો કલમ- ૩૮૦, ૪૫૭ મુજબ

૨૨

કરજ્ણ પો.સ્ટે I ગુ..નં.૩૦/૧૨ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ

૨૩

ડેસર પો.સ્‍ટે I ગુ..નં ૧/૧૨ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ ( મંદીર ચોરી)

૨૪

ભાદરવા ફર્સ્ટ ૮૩/૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ 

૨૫

ડેસર ફર્સ્ટ ૬૮/૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ 

૨૬

ડેસર ફર્સ્ટ ૬૪/૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૨૭

સાવલી ફર્સ્ટ ૮ર/૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૨૮

ભાદરવા ફર્સ્ટ પ૭/૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૨૯

ડેસર પો.સ્ટે. ફર્સ્ટ ૦ર/૧૦ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૩૦

સાવલી પો.સ્ટે. ફર્સ્ટ ૦૪/૧૦ ઇપીકો કલમ ૪૫૭,  ૩૮૦

૩૧

સાવલી પો.સ્ટે. ફર્સ્ટ ૧પ૧/૦૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ 

૩૨

સાવલી પો.સ્ટે. ફર્સ્ટ ૧૪૯/૦૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ 

૩૩

સાવલી પો.સ્ટે. ફર્સ્ટ ૧૪ર/૦૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૩૪

સાવલી પો.સ્ટે. ફર્સ્ટ ૧ર૮/૦૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૩૫ 

સાવલી પો.સ્ટે. ફર્સ્ટ ૯૪/૦૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

૩૬

પાન્ડું પો.સ્ટે. ફર્સ્ટ ૦ર/૦૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 25-09-2014