|
એલસીબી શાખા, વડોદરા ગ્રામ્ય, વડોદરા ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી તા.૨૭/૧૦/૨૦૧૪ થી તા.૦૨/૧૧/૨૦૧૪
ઇંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો જપ્ત કરતી વડોદરા ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી.
શ્રી સંદિપ સિંહ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓની સુચના આધારે શ્રી એ.એમ.સૈયદ, પો.ઇન્સ. એલસીબી વડોદરા ગ્રામ્યનાઓને બાતમી હકીકત મળેલ કે, એક ટેમ્પા નંબર GJ 06 AT 5182 માં ગોધરા તરફથી વડોદરા તરફ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને આવનાર હોવાની હકીકત આધારે શ્રી બી.એન.સગર પો.સ..ઇ. એલ.સી.બી. તેમજ એલસીબી સ્ટાફના માણસો તેમજ બે પંચોના માણસો સાથે વાઘોડીયા પો.સ્ટે.ની હદના આસોજ ગામની સીમમાં ડિસન્ટ હોટલ આગળ આવેલ ગોધરા-વડોદરા તરફ રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા તેમાંથી જુદા-જુદા માર્કાની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧પ૯૬ કિ.રૂ.૬,૩૮,૪૦૦/- તથા ટેમ્પા નંબર GJ 06 AT 5182 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ. ૧૩,૩૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આઇશર ટેમ્પાના ડ્રાઇવર અમરસિંહ શનાભાઇ તડવી રહે. અંબા તા.લીમખેડા જી.દાહોદ નાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી વાઘોડીયા પો.સ્ટે.માં થર્ડ ગુ.ર.નં.-૧ર૯ર/ર૦૧૪ પ્રોહી કલમ ૬૬બી, ૬પએઇ મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે. અને આરોપીને વાઘોડીયા કોર્ટમાં રજુ કરી પોલીસ રીમાન્ડની માંગણી કરતા દિન-૦ર ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર થતા પ્રોહીબીશનનો માલ મોકલનાર તથા મંગાવનારને પકડવા અંગે આગળની તપાસ હાથ ધરેલ છે.
|
|