|
કલ્યાણકારી પ્રવ્રુત્તીઓ
જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિદ્ધિઓનીવિગત
- પોલીસ વેલફેર ફંડના સભ્યતરીકે ફાળાપેટે પોલીસ કર્મચારીઓ પાસેથી દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલા અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ. ૧૦,૦૦૦/- નું ચૂકવણું તત્કાળ મરહૂમના વારસદારોને કરવામાં આવે છે તથા વેલફેરના નિયમોને આધીન વિવિધ લોન જેવી કે, માંદગી લોન, સિલાઈ મશીન લોન મંગળસૂત્ર લોન અને ચશ્માં સહાય,ચોક્ઠા સહાય વિગેરે આપવામાં આવે છે. નિયમાનુસાર મળવાપાત્ર શિષ્યવૃત્તિ પણ પોલીસ મહાનિર્દેશકશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીએથી મંજૂર થઇ આવેથી યુનિટ વેલફેર ફંડમાંથી ચૂકવવામાં આવે છે.
- પોલીસ હેડ ક્વાર્ટર, વડોદરા ગ્રામ્યના પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં ફેમિલી તથા બાળકો માટે વેલફેર અંતર્ગત શીવણ ક્લાસ આવેલ છે, જેમાં વિના મૂલ્યે શીવણનું કામ શિખવાડવામાં આવે છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકો માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વેલફેર અંતર્ગત બાળમંદિર પણ કાર્યરત છે.
- પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના અધિકારી/ કર્મચારીઓ પોતાની શારીરિક તંદુરસ્તીની સુધારણા માટે અવાર નવાર યોગ અને પ્રાણાયામ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.
- અત્રેના જીલ્લાના તમામ પોલીસ તથા સિવીલીયન અધિકારી કર્મચારીઓ અને તેમના કુંટુબના સભ્યોના મેડિકલ ચેકઅપ કરાવવાની અને અદ્યતન હેલ્થ કાર્ડ મેઇન્ટેઇન કરવાની કામગીરી પણ હાથ ધરવામા આવે છે .
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓ અને તેમનાં બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શારીરીક વ્યાયામ કેન્દ્ર પણ કાર્યરત છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તથા તેમનાં બાળકો બીમાર પડે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જ્યા આયુર્વેદીક દવાઓ પણ આપવામાં આવે છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તથા તેમનાં પરીવાર માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વેલફેર અંતર્ગત વોટર પ્યુરીફાયરનો પ્લાન્ટ ચાલુ કરવામાં આવેલ છે. જ્યાં પાણી શુધ્ધ કરવામાં આવે છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકોનું જ્ઞાન વધે તે હેતુસર હેડ ક્વાર્ટર ખાતે વેલફેર અંતર્ગત વાંચન લાયબ્રેરી પણ કાર્યરત છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તથા તેમનાં પરીવાર માટે હેડ ક્વાર્ટર ખાતે વેલફેર અંતર્ગત કન્ઝયુમર સ્ટોર પણ કાર્યરત છે.
- વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તથા તેમનાં પરીવાર માટે વડોદરા પોલીસ મેડીકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક હોસ્પીટલ પણ ટુંક સમયમાં કાર્યરત કરવામાં આવનાર છે.
|
|