|
બંદોબસ્ત
- વડોદરા ગ્રામ્ય પોલીસ અધીક્ષકશ્રીના નિયંત્રણ હેઠળ હાલમાં ૦૪ - નાયબ પોલીસ અધીક્ષકશ્રી, છે. તથા ૧૦ - પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ૩૬ - પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી, ૦૮ - હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી, ૦૬ - વાયરલેસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી અને ૯૦૨ - પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે બકરીઈદ, મકરસંક્રાંતિ, મહોરમ, હોળી-ધુળેટી,રામનવમી, મહાવીર જયંતી, ઈદે-મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી-દશેરા,રમઝાન ઈદ, નાતાલ, મહાશિવરાત્રિ, ગણેશ વિસર્જન તેમ જ મેળા ઉત્સવો શરદ પૂનમ આજવામાં મેળો ભરાય છે. જે સંબંધે અગાઉથી આયોજન કરી જરૂરિયાત મુજબની સ્કીમો બનાવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્ત માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., બોર્ડર વિંગ, હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
|
|