હું શોધું છું

હોમ  |

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો --

() પોલીસ અધિક્ષક --

વહીવટી--

·         કચેરીના વડા તરીકે ની તમામ સત્તાઓ પો.સ.ઈ. સુધીના માટે પગાર,બદલી શિક્ષા કરવાની ઠરાયેલ સત્તાઓ.

નાણાંકીય--

·         નાણાકીંય સત્તા સોપણીના નિયમ ૧૯૯૮ મુબજની તમામ સત્તાઓ

·         પોલીસ વેલ્ફેર ફંડ તથા બેન્ડ ફંડ ના નિયંત્રણની સત્તાઓ

·         કંટ્રોલીંગ અધિકારી તરીકે ની

અન્ય--

·         તાબાની કચેરીઓના નિરીક્ષણ

·         અગત્યના ગુનાઓ ની તપાસ તથા દેખરેખ

·         જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નિયંત્રણ કરવાની અને સુપરવિઝન

·         વહીવટદાર તરીકે ની ફરજો

·         નિમણુંક અધિકારી તરીકે ની ફરજો

·         વી.આઈ.પી./ વી.વી.આઈ.પી. સીકયુરીટી અને ચુંટણીઓ, મેળાઓ,આકસ્મિક દુર્ધટનાઓ પ્રસંગે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી.

ગુજરાત પોલીસ મેન્યુલ ૧૯૭પ ના ભાગ-૩ નાનિયમ રપ માં પોલીસ અધિક્ષકશ્રીની ફરજો નિયત કરવામાં આવેલી છે.તે મુજબમુખ્યત્વે ગુન્હાઓ અટકાવવા, તપાસ કરવી/કરાવવી, તેમજ આરોપીઓને ઝડપી લેવાનીકામગીરીનું સતત સુપરવિઝન કરવાનું રહે છે. તાબાનાં પોલીસ અધિકારીઓ /કર્મચારીઓને યોગ્ય તાલીમ મળે શિસ્તનું ધોરણ જળવાય રહે તે માટે તાબાનાંપોલીસ સ્ટેશનની નિયમીત ને ઓચીંતા તપાસણી કરવાની હોય છે. તાબાના દરેકપો.સ્ટે./કચેરી/આઉટ પોસ્ટની વર્ષમાં એકવાર તપાસણી કરી ગુન્હા તેમજ અન્યબાબતોની જે તે વિસ્તારની જાણકારી મેળવવાની હોય છે. તાબામાં ફરજ બજાવતાઅધિકારી/કર્મચારીઓનાં વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે.

પોલીસ અધિક્ષક ની કચેરીની શાખાઓ ની કામગીરી અને ફરજો --

પત્ર વ્યવહાર શાખા --

·         તમામ પ્રકાર ની વહીવટો બાબતો

·         પરવાના અરજીઓ અને તેને લગતી કામગીરીઓ

·         પોલીસ બંદોબસ્તની કામગીરીઓ

·         રિકવીઝીટ વાહનોની કામગીરી

·         દરખાસ્તો

શીટ શાખા --

·         કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને લગતી તમામ પ્રકારની વહીવટી બાબતો

·         ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહીઓ

હિસાબી શાખા --

·         તમામ પ્રકાર ના બીલો બનાવવાની દખાલ કરવાની અને ચુકવવાની કામગીરી.

·         જી.પી.ફંડની કામગીરી

·         પેન્શન અને ગ્રજયુઈટી

·         બજેટ અને નાણાંકીય ખર્ચ અને વ્યવસ્થા

અરજી શાખા --

·         લોકોની અરજીઓ , તેને લગતી તપાસ ની કાર્યવાહી

રિડર શાખા --

·         રીડર બ્રાન્ચ પોલીસ અધિક્ષકશ્રી નીસુચના મુજબ ક્રાઈમને લગતી તમામ કામગીરી કરે છે અને રેકર્ડ નિભાવે છે. તેઅંગેનો પત્રવ્યવહાર પણ કરે છે.

પો... એમ..બી.--

·         એમ.સી.આર. કાર્ડ ને લાગતુ રેકર્ડ તેમજ જાળવણી ની કામગીરી

·         જાણીતા ગુનેગારોની માહીતી તેમજ રેકર્ડ રાખવાની કામગીરી

·         ફિંગર પ્રિન્ટની કામગીરી તેમજ પોલીસ ફોટોગ્રાફી ની કામગીરી

·         ગુમ થયેલા વ્યકિતઓને લાગતી કામગીરી

·         ઈન્ટ્રીગ્રેટડ ફોર્મ ને લાગતી કામગીરી અને ગુનાઓ નુ રેકર્ડ

પો... મીસીંગ સેલ.--

·         જીલ્લામાં ગુમ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા.

રજીસ્ટ્રી શાખા --

·         તમામ પ્રકારની રોજબરોજ ની આવતી ટપાલોની આવક અને જાવક ને લગતી કામગીરી

·         રેકર્ડ જાણવણી અને રેકર્ડ નાશ ની કામગીરી

·         કાયમી રકેર્ડ અને રેકર્ડ રૂમ

·         સ્ટેશનરી સપ્લાય

કચેરી અધિક્ષકની કામગીરી અને ફરજો--

વહીવટ--

·         કચેરીની રોજબરોજની ટપાલો

·         કચેરી નો તમામ પત્ર વ્યવહાર

·         કચેરી સ્ટાફ ઉપર દેખરેખ

·         કચેરી કામગીરી સંકલન અને દેખરેખ

નાણાકીય --

·         ઉપાડ અને વહેચણી અધિકારી તરીકેની તમામ સત્તાઓ

·         પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્ય ની કચેરીના રોજબરોજના નાંણાકીય ખર્ચના હિસાબી ખર્ચનીજાળવણી અને નિભાવણી

·         હોમગાર્ડ જી.આર.ડી. ના માળખા માટે તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ ની કચેરીમાટે ઉપાડ અને વહેચણી અધિકારી તરીકેની તમામ ફરજો

·         પોલીસ વેલ્ફેર ફંડ / બેન્ડ ફંડના હિસાબોની નિભાવણી અને જાંળવણી

અન્ય ફરજો --

·         પબ્લીક રજુઆતો અને તેની પુર્તતા

·         તાબાના કર્મચારી અને તેમના દફતર ઉપર સીધુ નિયંત્રણ અને દેખરેખ

·         પોલીસ અધિક્ષકશ્રીની સુચના, હુકમો, માર્ગદર્શન મુજબ વહીવટ ને લગતી તમામ કામગીરીઓ સંભાળવાની તથા ઉપાડ અનેવહેચણી અધિકારી તરીકેની તમામ ફરજો

() વિભાગીય (નાયબ) પોલીસ અધિક્ષક (વડોદરા ગ્રામ્ય ,ડભોઈ , છોટાઉદેપુર ) --

સત્તાઓ --

·         વહિવટી --

o    તેમના વિભાગ હેઠળ આવતા પો.સ્ટે.નાંકોન્સ્ટેબ્યુલરી સ્ટાફની 1 માસ સુધીની રજાઓ મંજુર કરવાની સત્તા ધરાવે છે.તાબાના અધિકારી/કર્મચારીઓનાં વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે.

o    પ્રશ્નોના ઝડપી નિકાલ તેમજ રજુઆતઅને શિક્ષાત્મક કાર્યવાહી અર્થે ઓર્ડલી રૂમ રાખી હુકમો કરી શકે છે. તાબાનાપોલીસ સ્ટેશન/ કચેરીની વાર્ષીક તપાસણી કરી તમામ વહિવટી તથા ક્રાઈમ રેકર્ડનીચકાસણી, પોલીસ લાઈન વિઝીટ, હથિયાર દારૂગોળાની ચકાસણી, કરી જરૂરી સુચના અનેમાર્ગદર્શન પુરુ પાડે છે.

·         નાણાકીય --

o    સામાન્ય રીતે નાણાકીય સત્તાઓકચેરીના વડાને જ હોય છે પરંતુ તેઓની કચેરીમાં મંજુર થયેલ સ્થાયી પેશગીનીરકમનો સરકારી કામે ઉપયોગ કરી શકે છે.

·         ફરજો --ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ ના નિયમ-ર૭ મુબજ ની ફરજો

o    (૧) ડીવીઝનના પોલીસ સ્ટેશનમાંનોંધાયેલ ભાગ-૧ થી પ ના ગુનાઓની શકય તેટલાની સ્થળ વિઝીટ કરવી (ર) ડીવીઝનમાંશિસ્ત અને કાર્યક્ષમતા જળવાય તે જોવું (૩) તાબાના પો.સ્ટે./ આ.પો / નુંવાર્ષિક નિયમસર નિરીક્ષણ કરવું (૪) પોલીસ કર્મચારીઓનું વેલ્ફર જોવું (પ)એચ.એમ.ગુના/ બનાવ તથા આગ અકસ્માત, કુદરતી આફતો જેવા પ્રસંગો તથા માનવીનીજીદગી જોખમાઈ તેવા ગુનાની વિઝીટ કરવી (૬) પ્રજાના જાનમાલનું રક્ષણ પુરૂપાડવું (૭) કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી.

·         કાર્યો --

o    ડિવીઝનમાં આવેલા પોલીસ સ્ટેશનો માંનોધાયેલ ગુનાઓમાં વિઝીટેશન જેવા કે (૧) ખુન (ર) ખુનની કોશિષ (૩) ધાડ (૪)સૂર્યાસ્ત અને સુર્યાદય પહેલા થયેલ હાઈવે રોબરી (પ) પ૦,૦૦૦ થી ઉપરની ઘરફોડચોરી (૬) ૧૦ વર્ષ થી ઓછા લગ્ન જીવનનો ગાળો હોય, અગર તો ૩૦ વર્ષ કરતાં ઓછીઉંમરની સ્ત્રીના અકુદરતી મળત્યુના કેસમાં જાત તપાસ (૭) બંધ મકાનમાં ચાલતાજુગારના અડળાઓ પર રેઈડ કરનાર અધિકારીને વોરંટ ઈસ્યુ કરવાનું (૮) ડીવીઝનહસ્તકના પોલીસ સ્ટેશનનના વિસ્તારમાં લાચરૂશ્વત અંગેની ફરિયાદ લઈ છટકુંગોઠવવું (૯) આર્મ્સ એકટના ગુનાનું વિઝીટેશન કરવાનું હોય છે.

·         અરજીઓ --

o    ઉપરી અધિકારી શ્રી.ઓ તરફથી અગરપબ્લીક તરફથી મળતી અરજીઓમાં તપાસ દરમ્યાન ગુનાહીત જણાય તો તેના ઉપર અમારારૂબરૂની ફરિયાદ લઈ પો.સ્ટે.માં ગુનો દાખલ કરવા હુકમ કરવામાં આવે છે. તથાઅરજીઓ ઉપર થી સુલેહ શાંન્તીનો ભંગ થાય તેવું જણાય તો તાત્કાલીક અટકાયતીપગલા લેવડાવવામાં આવે છે. થાણામાં અરજીઓ તપાસમાં દશ દીવસ ઉપરની પેન્ડીંગ નરહે તે જોવામાં આવે છે.

·         જાણવા જોગ --

o    પો.સ્ટે.માં જાણવા જોગ બનાવો દાખલથાય છે. તેનો સમયસર નિકાલ થાય તે જોવામાં આવે છે. તથા દશ વર્ષ થી ઓછો લગ્નગાળો અગર તો ૩૦ વર્ષ કરતા ઓછી ઉપર ની સ્ત્રી ના દાઝી જવાના,દવા પીધાઅંગેના બનાવોની જાત તપાસ નાયબ પોલીસ અધિક્ષક દરજ્જાના અધિકારી કરે છે.

·         ક્રાઈમ રજીસ્ટર --

o    પો.સ્ટે.માં રાખવામાં આવતું ભાગ-૧થી પ નું ક્રાઈમ રજીસ્ટર ખુબજ અગત્યનું છે. જે થાણા અમલદાર શ્રી.એ જાતેલખવાનું હોય છે. જેમાં તમામ કોલમો સહિત વિગત ભરી બરાબર અને વ્યવસ્થિત નોંધકરવાની હોય છે. તેમજ કોર્ટ નિકાલના દાખલા નિયમિત રીતે મેળવી ગુનાઓમાં દાખલારાખી કમી કરવાના હોય છે. તથા કોર્ટ પેન્ડીંગ ગુનાઓ દર વર્ષ લાલસહી થી ગુનાચઢાવવાના હોય છે.

o    ફર્સ્ટ પાર્ટ પો.સ.ઈ.શ્રી.એ જાતેલખવાના હોય છે. તેમજ પી.એસ.ઓ પાસે રહેતા તમામ રજીસ્ટર એફ.આઈ.આર.ઓ પાર્ટ પાસપોર્ટ તથાપાસપોર્ટ એમ કેસ , મુદામાલ પાવતી, ચહેરા નિશાન પત્રક રજી., લોકપ રજી, સ્ટેશન ડાયરી એન્ટ્રી , જાણવા જોગ રજી,અકસ્માત મોત રજી, તથા પબ્લીકનો.કોરજી., એમ.વી.એકટ રજી,ભાણા પાવતી, આરોપીઓની હાજરી અંગેનું રજીસ્ટર, પરેડ રજીસ્ટર, તેમજ રાયટર હેડ પાસે રહેતા રજીસ્ટર જેમાં જંત્રી બુક,મુદામાલ રજીસ્ટર, બારનીસી આવક જાવક રજીસ્ટર વિગેરે સમયસર અને વ્યવસ્થિતરીતે નિભાવવામાં આવે છે. કે નહી તે જોવાનું અને યોગ્ય માર્ગદર્શન આપવાનુંતથા વિલેજ ક્રાઈમ નોટ બુકો પોલીસ મેન્યુલ જોગવાયો પ્રમાણે વ્યવસ્થિત રહે તેજોવાની તથા યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય છે.

·         અટકાયતીપગલાં બાબત --

o    પો.સ્ટે.માં કકાવારી રજીસ્ટર પરથીસી.આર.પી.સી-કલમ ૧૧૦,પ્રોહી-૯૩, બી.પી.એકટ-પ૬,પ૭ તથા પાસા જેવા અટકાયતીપગલાની કામગીરી કરવાની હોય છે. તથા પો.સ્ટે.માં ઉપલા અધિકારી શ્રી.ઓ ઘ્વારાલેવામાં આવેલ ઈન્સ્પેકશન અંગે નોંધણી પુર્તતા સમયમર્યાદામાં થાય છે કે કેમતે જોવાની તથા એમ.ઓ.બી રેકર્ડ એમ.સી.આર કાર્ડ ઈન્ડીગ્રેટેડ ફોર્મ નિયમીતખોલવા/ ભરવામાં આવે તેમજ બીજા અન્ય રેકર્ડ વ્યવસ્થિત નિભાવવામાં આવે છે. કેનહી તે જોવાનું હોય છે.

·         બિનવારસી મુદામાલ --

o    પો.સ્ટે.માં જે બિનવારસી મુદામાલહોય તેવા મુદામાલના નિકાલ કરવા સારૂ મે.એકઝી મેજી. શ્રી. પાસે મંજુરી મેળવીનિકાલ કરાવવો તથા પ્રોહી મુદામાલ નાશ કરવા મે. જયુ.ફ.ક.મેજી.સા.શ્રી તરફથીયોગ્ય હુકમો મેળવીને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. અને બાકી રહેતોમુદામાલ ભૌતિક રીતે ઈન્સ્પેકશન દરમ્યાન ચેક કરવાનો હોય છે.

·         પોલીસ સ્ટેશન --

o    પો.સ્ટે.માં થાણા અધિકારી અગરપી.એસ.ઓ તરફથી લોકોની ફરીયાદ વ્યવસ્થિત સાંભળી લેવામાં આવે છે. કે નહી તેનીચકાસણી કરવા અમારે બોગસ ફરીયાદ મોકલી ખાત્રી કરાવવાની હોય છે. અને તેવીફરીયાદો સ્ટે.ડા.માં નોંધ કરી રદ કરવાની હોય છે.

o    ઉપરાંત પો.સ્ટે. તથા આ.પો. માંઓચિંતી સરપ્રાઈઝ વીઝીટ કરી ચેક કરવાનું હોય છે. અને ડીવીઝનના તમામપો.સ્ટે.માં થાણા અમલદાર કે તેમના તાબાના પોલીસ કર્મચારીઓ નિયમીત પણે ફરજબજાવે છે કે નહી જેવી કે ફરજ ઉપર સમયસર આવવું ના.રા.બંદોબસ્ત,ગાર્ડ,લોકપગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ પરેડ કરવાની કરાવવાની વિગેરે જોવાનું હોય છે. તેમજથાણા અમલદારો તથા તાબાના માણસો સ્વચ્છ યુનિફોર્મ પહેરી ફરજ બજાવે છે કે નહીતેમજ વિકલી ડાયરી પેટ્રોલબુક, નોટ બુક, નિયમીત પણે લખે છે કે નહી તેજોવાનું હોય છે.

o    સી.પી.આઈ.શ્રી.એ પોતાના વિસ્તારમાંપેટ્રોલીંગ કરવાની તથા પેટ્રોલીંગ પાર્ટી ને ચેક કરવાની તથાબી.પી.એકટ-પ૬,પ૭, તથા સી.આર.પી.સી-૧૧૦ જી ની અ.પ.કામગીરી જાતે કરવાની હોયછે.

·         પ્રાથમિક ઈન્કવાયરી તપાસ --

o    ડીવીઝનના તાબાના પો.સ્ટે.ના થાણાઅમલદાર અથવા તેમના તાબાના કર્મચારીઓ વિરૂઘ્ધ ઉપરી અધિકારી શ્રી.ઓ તરફથીલેખિત ઈન્કવાયરીઓના આદેશો થતાં ઈન્કવાયરી ઓ વિગતે તપાસ કરી અહેવાલમોકલવામાં આવે છે.

·         ખાતાકીય તપાસ --

o    ઉપરી અધિકારી શ્રી.ઓ તરફથી પોલીસકર્મચારીઓ કે થાણા અમલદારો વિરૂઘ્ધના ખાતાકીય તપાસ ચલાવવા માટે મળે તેખાતાકીય તપાસ ચલાવવામાં આવે છે. અને યોગ્ય સમયમર્યાદામાં ખાતાકીય તપાસપુર્ણ કરી ને અંતમાં મુલ્યાકાંન કરી અહેવાલ પાઠવવાનો હોય છે.

·         નાસતા ફરતા આરોપીઓ --

o    ડીવીઝનના પો.સ્ટે.ના નાસતા ફરતાઆરોપીઓને પકડી પાડવા ઝુબેશ ઉપાડી ખંત પુર્વક કામ કરી કરાવી અને ગુનામાંવોન્ડેટ આરોપીઓ નમુદ હોય તો અને અ પડત ફાઈનલ ભરેલ હોય તેમા સી.આર.પી.સી-કલમ૭૦, ૮ર,૮૩,ર૯૯ મુજબની કાર્યવાહી થાણા અધિકારીઓ પાસે કરાવવાની હોય છે. તેમજએમ.સી.આર કાર્ડ વાળા ઈસમોને ચેક કરવા અને ચેક કરાવવાની કામગીરી હોય છે. આઉપરાંત પો.સ્ટેમાં રોજીંદી કામગીરી ઉપરાંત ક્રાઈમ તેમજ પ્રોહી,જુગાર, અ.પગલા, વિગેરે કામગીરી ઉપર દેખરેખ રાખવાની જવાબદારી હોય છે.

નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક (વહીવટ)--

  • હેડ. કવા. ,એમ.ટી.,વાયરલેસ,ડોગ સ્કોડ, માઉન્ટેડ,કંટ્રોલ-રૂમ ના સુપરવિઝન અને દેખરેખ
  • હેડ.કવા. માં આર્મ એમ્યુનેશન તથા દારૂગોળાનો જથ્થો બરાબર રાખવાની તથા સાચવવાની ની ફરજ
  • હેડકવાર્ટરના કર્મચારીઓની રજા,સજા સબંધે અભિપ્રાય આપવાની સત્તા
  • સાત દિવસ ઉપરની કે.રજા મંજુર કરવાની સત્તા
  • હેડ કવા. ખાતેના નીચેના અધિકારીઓ પાસે કામગીરી કરાવડાવવાની કાર્યવાહી તથા મદદ મેળવવાની કાર્યવાહી
  • કચેરમાં આવતી ઉપરી અધિકારીઓની ટપાલ / વાયરલેશ મેસેજ / ફેકસ મેસેજ વિગેરેની ચકાસણી કરી પોલીસ અધિક્ષક સમક્ષ મુકવા
  • ગ્રામ રક્ષક દળની કામગીરી ઉપર દેખરેખ રાખવી

રિ.પો... ની ફરજો અને કાર્યો --

  • હેડ કવાર્ટરના કર્મચારીઓની હાજરી, નોકરી વેહેચણી, પગાર અદા કરવાની રેકર્ડ રાખવાની
  • હથિયાર દારૂગોળો, એમ્યુનેશનનો પુરવઠો રાખવાની સાચવવાની કામગીરી
  • હથિયારો સાચવવા રીપેરીંગ કરવવા
  • હેડ કવા.ના નાંણાકીય વ્યવહારના હિસાબો રાખવાની તથા જાળવવાની કામગીરી
  • હેડ કવા.માં આવેલ સરકારી કવાટરો મેળવવાની કામગીરી

બેન્ડ પો... ની ફરજો અને કાર્યો --

  • બેન્ડ ના સાધનો વ્યવસ્થિત રાખવાની જાળવણી કરવાની
  • સમયસર બેન્ડ વર્ધીમાં લઈ જવાની અને પરત લાવવાની
  • પોલીસ બેન્ડ ની નિભવણી અને પરેડ

ડોગ સ્કોડ પો... ની ફરજો અને કાર્યો --

  • ગુનાવાળી જગ્યાની વિજીટ કરવાની અને ડોગની સારસંભાળ તથા જાળવણી.

માઉન્ટેડ પો... ની ફરજો અને કાર્યો --

  • ધોડાઓની જાળવણી માવજત
  • ધોડાઓને પેટ્રોલીંગ મોકલવાની

એમ.ટી. પો... ની ફરજો અને કાર્યો --

  • એમ.ટી.ના વાહનો વ્યવસ્થિત, દુરસ્ત રાખવાની કામગીરી
  • વાહનોના સ્પેરપાર્ટસ, ડીઝલ, પેટ્રોલ, ઓઈલનો પુરવઠો રાખવાની, જાળવવાની કામગીરી
  • વાહનો કંડમ કરવાની તથા તેનો નિકાલ કરવાની કામગીરી
  • વાહનો સબંધેની વહીવટી નાણાંકીય રેકર્ડ રાખવાની, જાળવવાની કામગીરી

કંટ્રોલ-રૂમ ની ફરજો અને કાર્યો --

  • જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનીપરિસ્થિતિ સબંધે સતત તાબાના પો.સ્ટે. સાથે સંપર્કમાં રહેવાની, અગત્યનાસંદેશાની આપલે કરવાની અને સંદેશા રેકોર્ડ રાખવાની.
  • માહીતી મેળવવાની તથા આવેલ માહિતી ઉપરી અધિકારી સમક્ષ રજુ કરવાની
  • પો.સ્ટે.ના ગુનાઓની હકિકત મેળવવાની

કોમ્પ્યુટર શાખા--

  • કચેરીના તમામ તુમારોનુ કોમ્પ્યુટરાઈઝેશન અને સંગ્રહની કામગીરી
  • જીએસવાન તેમજ ઈ-મેઈલ થી તમામ માહતીઓ મેળવવાની કામગીરી
  • દૈનિક રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી
  • જીલ્લાના તમામ પો.સ્ટે. ના ફેકસ ઝેરોક્ષ અને કોમ્પ્યુટર ની દેખરેખ
  • બહારથી આવતા ઈ-મેઈલ મેળવવાની કામગીરી અને અત્રેથી બહાર માહીતી ઈ-મેઈલ થી મોકલવાની કામગીરી

નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી. સેલ --

વડોદરા ગ્રામ્ય જીલ્લા પોલીસ દળમાંએસસી./એસટી સેલ માં નિયુકત થનાર નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ જીલ્લાના તથાવડોદરા શહેર ના કોઈ પણ વિસ્તાર કે એરીયામાં બનેલા અનુ.જાતી, અનુ.જન જાતીઉપરના અત્યાચારોના ગુનાઓના વિઝીટેશન તથા જાત તપાસ અને તેને સંલગ્ન તમામકામગીરી કરવાની રહે છે.

ફરજો--નાયબ પોલીસઅધિક્ષક ની હોદળા જોગ ફરજો ઉપરાંત તેઓએ અનુ. જાતી,અનુ.જન જાતી ઉપર નાઅત્યાચાર નિવારણ માટે ની તમામ કાયદાકીય કાર્યવાહી અને પોલીસ કાર્યવાહીકરવાની રહે છે.

સર્કલ પોલીસ ઈન્સ્પેકટર (કરજણ, સાવલી) --ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-૩ નાં નિયમ -૩૦ અને ૩૩ મુજબ ની ફરજો અને કામગીરી

કાર્યો --સર્કલમાં આવેલા પોલીસ સ્ટેશનો માં નોધાયેલ ગુનાઓ જેવા કે (૧) મર્ડર (ર) એટેમ્પ ટુ મર્ડર (૩) ડેકોર્યટી (૪) હાઈવે રોબરી (પ) અગ્નિ શસ્ત્રોનો ઉપયોગ થયેલ હોય તેવીલૂંટ ની કોષીશ (૬) રૂા-૧પ૦૦૦/- કે તેથી વધુ ઘરફોડ ચોરી (૭) એક લાખ કે તેથીવધુ ની ચોરી (૮) તમામ મંદીર ચોરી (૯) ટેલીફોન વાયર ચોરી (૧૦) તમામ હંગામા (૧૧) તમામ બીજા સંવેદનશીલ ગુનાઓ અથવા એસ.પી. સા. અગર એસ.ડી.પી.ઓ સા. તરફથીસુચના કરવામાં આવેલ તે ગુનાઓની વિઝીટ કરવાની તથા અનડીટેકટ ગુનાઓ તેમજએસ.ડી.પી.ઓ શ્રી.ઓ એ વિઝીટ કરવાના ગુના પૈકી અનડીટેકટ ગુનાઓની સી.પી.આઈ શ્રીઓએ જાત તપાસ કરવાની હોઈ છે. તેમજ અપહરણના ગુનાઓની જાત તપાસ કરવાનીહોય છે.

વિઝીટ કરવાના ગુનાઓ --(૧)રાયોટીંગ (ર) આર્મ્સ એકટ ના ગુના (૩) મર્ડર (૪) એચ.એમ.અંગેની એન.સી. (પ)અરજી તથા ગુનાઓની વિઝીટ (૬) એટ્રોસીટી એકટના ગુનાની વિઝીટ તથા મિલ્કતવિરૂઘ્ધ ના ગુના (૭) શરીર સબંધી ગુના (૮) આગ અકસ્માત, કુદરતી આફતો જેમાપુરનિયંત્રણતથા માનવની જીંદગી જોખમાયતેવા તમામ ગુનાની વિઝીટ કરવાની હોયછે.

અરજીઓ --ઉપલા અધિકારીશ્રીઓ તરફથી અગર પબ્લીક તરફથી મળતી અરજીઓમાં તપાસ દરમ્યાન ગુનાહીત જણાય તોતેના ઉપર અમારા રૂબરૂ ની ફરીયાદ લઈ પો.સ્ટે.માં ગુનો દાખલ કરવા હુકમકરવામાં આવે છે.તથા અરજી ઓ ઉપર થી સુલેહશાંન્તીનો ભંગ થાય તેવુ જણાય તોતાત્કાલીક અટકાયતી પગલા લેવડાવવામાં આવે છે. અને અરજીઓ ઉપર થી કાયદો અનેવ્યવસ્થાની જોખમાઈ તેવી હકીકત હોય તો અરજીની તાત્કાલીક તપાસ કરી યોગ્ય પગલાભરી નીકાલ કરવામાં આવે છે. અને જરૂર જણાય તો થાણા ઈન્ચાર્જ ને જરૂરીસુચનાઓ કરવામાં આવે છે. અને થાણાઓમાં તથા આ.પો.માં પંદર દીવસ ઉપરની અરજીઓઆપની પાસે થાણા અધિકારી અને આ.પો.માં ના રહે તે જોવામાં આવે છે.

જાણવા જોગ --પો.સ્ટે.માંજાણવા જોગ દાખલ થાય છે તે સમય સર નીકાલ થાય તે જોવામાં આવે છે. તથાઅટકાયતી પગલા ચે.કે ના નીકાલના દાખલા નિયમીત મેળવી ચે.કે.રજી. પર રખવા.તેમજ દેખરેખ તજવીજ કરવામાં આવે છે.

ક્રાઈમ રજીસ્ટર --પો.સ્ટેમારાખવામાં આવતું ભાગ-૧ થી પ નું ક્રાઈમ રજી. ખુબ જ અગત્યનું છે. જે થાણાઅધિશ્રીએ જાતે લખવાનું હોય છે.જેમા તમામ કોલમો સહિત વિગત ભરી બરાબર અનેવ્યવસ્થિત રાખવાનું હોય છે. તેમજ કોર્ટ નિકાલના દાખવા નિયમીત રીતે મેળવીગુનાઓ દાખલા રાખી કમી કરવાના હોય છે. તથા કોર્ટ પેન્ડીગ ગુનાઓ દર વર્ષે લાલસહીથી ગુના ચઢાવવાના હોય છે. II પાર્ટ તથા III પાર્ટ સેકન્ડ પો.સ.ઈ.એલખવાના હોય છે. અને જે રજી.માં ઉપરની વિગતે લખવાનું હોય છે. તેમજ પી.એસ.ઓ.પાસે રહેતા તમામ રજી. એફ.આઈ.આર.I પાર્ટ, II પાર્ટ, III પાર્ટ એમ કેસમુદ્દામાલ પાવતી,ચેહરાની નિશાન પત્રક રજી., લોકઅપ રજી., સ્ટેશન ડાયરીએન્ટ્રી,જાણવા જોગ રજી., અમોત રજી., તથા પબ્લીક નો.કો.રજી., એમવીએકટ રજી., ભાણા પાવતી, આરોપીઓની હાજરી અંગેનું રજી., પરેડ રજી., તેમજ રાઈટર હેડ પાસેરહેતા રજી.,જેમા જંત્રી બુક, મુદદામાલ રજી., બારનીશીના આવક-જાવક રજી., વિગરે સમયસર અને વ્યવસ્થિત રીતે નિભાવવામાં આવે છે. કે નહી જોવાનું હોય છે.અને યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય છે. તથા પો.સ્ટે.તથા આ.પો.માં દર ૩માસે પોલીસ મેન્યુલ ભાગ-૩ રૂલ્સ નં-પ૮ર મુજબ ચુસ્તપણે ઈસ્પેકશનની કામગીરીકરવાની હોય છે. તથા વિલેજ ક્રાઈમ નોટબુકો પોલીસ મેન્યુલની જોગવાઈઓ પ્રમાણેવ્યવસ્થિત રહે તે જોવાની તથા યોગ્ય માર્ગદર્શંન આપવાનું હોય છે.

અટકાયતી પગલા બાબતે --પો.સ્ટે.માંઅ,બ,ક રજી. પરથી સીઆરપીસી કલમ-૧૧૦,પ્રો.હી.-૯૩, બીએકટ-પ૬,પ૭ તથા પાસાજેવી અટકાયતી પગલાની કામગીરી કરવાની હોય છે. તેમજ થાણા અધિશ્રીઓ પાસેકરાવાની હોય છે. તથા પો.સ્ટે.માં અમારી કચેરીમાં ઉપલા અધિશ્રીઓ ઘ્વારાલેવામાં આવેલ ઈસ્પેંકશન નોંધણી પુર્તતા નોંધ સમયમર્યાદામાં કરી કરાવવાનીજોવાની જવાબદારી હોય છે તથા એમઓબી રેકર્ડ એમસીઆર કાર્ડ ઈન્ડીગ્રટેડ ફોર્મનિયમીત ખોલવા કે ભરવામાં આવે તે તેમજ બીજા અન્ય રેકર્ડ વ્યવસ્થિતનિભાવવામાં આવે છે કે નહી તે જોવાનું હોય છે.

બીનવારસી મુદદામાલ --પો.સ્ટે.માંજે બીનવારસી મુદ્દામાલ હોય તેવા મુદ્દામાલના નિકાલ કરાવવા સારૂમે.એજયુ.મેજી.પાસે મંજુરી મેળવી નિકાલ કરાવવો તથા પ્રોહી. મુદ્દામાલ નાશકરવા મે.જયુ.ફ.ક મેજી.સા. તરફથી યોગ્ય હુકમો મેળવીને નાશ કરવાની કાર્યવાહીકરવામાં આવે છે. અને બાકી રહેતો મુદ્દામાલ ફીઝીકલી ચેક કરવાનો હોય છે.

પોલીસ સ્ટેશન --પોલીસસ્ટેશનમાં થાણા અધિકારી અગર પી.એસ.ઓ તરફથી લોકોની ફરીયાદો વ્યવસ્થિત સાંભળીલેવામાં આવે કે નહી તેની ચકાસણી કરવા અમારે બોગસ ફરીયાદ પબ્લીક પાસેખાત્રી કરાવવાની હોય છે અને તેવી ફરીયાદો સ્ટે.ડા.માં નોંધ કરી રદ કરવાનીહોય છે.


ઉપરાંત પો.સ્ટે. તથા આ.પો.માં ઓચિંતી સરપ્રાઈઝ વીઝીટ કરીચેક કરવાનું હોય છે. અને સર્કલના તમામ પો.સ્ટે.માં થાણા અધિ.કે તેમનાતાબાના પોલીસ કર્મચારીઓ નિયમીત પણે ફરજ બજાવે છે કે નહી જેવી કે ફરજ પરસમયસર આવવું ના.રા.બંદોબસ્ત, ગાર્ડ ,બેક ગાર્ડ, લોકપ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ ,પરેડ કરવાની કરાવવાની વિગેરે જોવાનું હોય છે. તેમજ થાણા અમલદારો કે તાબાનામાણસો સ્વચ્છ યુનિફોર્મ પહેરી ફરજ બજાવે છે. કે નહી તેમજ પેટ્રોલ બુક નોટબુક નિયમીત પણે લખે છે કે નહી અને લખીને સાથે રાખે છે કે નહી તે જોવાનુંહોય છે.

સી.પી.આઈ.એ પોતાના વિસ્તાર માં પેટ્રોલીંગ કરવાની તથાપેટ્રોલીગ પાર્ટી ને ચેક કરવાની તથા બી.પી.એકટ-પ૬,પ૭ ,૧૧૦ ની અટકાયતીપગલાની કામગીરી જાતે કરવાની હોય છે.


પોતાના (સી.પી.આઈ) મારફતેરવાના કરવામાં આવતા ફાઈનલ રીપોર્ટ જેમાં બી સમરી સી સમરી એબેટેડ સમરી એન સીસમરી તથા અ.મોત,જાણવા જોગ, વિગેરે કાગળો પોતે કાળજી પુર્વક ચકાસણી કરીદરેક મુદા ઉપર વ્યવસ્થિત તપાસ કરે છે કે નહી તેની ખાત્રી કરીને રવાનાકરવામાં આવે છે.

પ્રાથમીક ઈન્કવાયરી તપાસ --સર્કલના તાબાના પો.સ્ટે.ના થાણા અધિ.અથવા તેમના તાબાના કર્મચારીઓ વિરૂઘ્ધઉપરશ્રી અધિકારી શ્રી.ઓ તરફથી લેખીત ઈન્કવાયરીના આદેશો થતા ઈન્કવાયરીઓવિગતે તપાસ કરી અહેવાલ મોકલવામાં આવે છે.

ડી.પી. --ઉપરી અધિકારીશ્રી.ઓ તરફથી પોલીસ કર્મચારીઓ કે થાણા અધિકારીઓ વિરૂઘ્ધ ના ડી.પી ચલાવવામાટે મળે તે તમામ ડી પી ચલાવવામાં આવે છે. અને યોગ્ય સમય મર્યાદામાં ડી પીપુર્ણ કરી ને અંતમાં મુલ્યાકાંન કરી અહેવાલ પાઠવવાનો હોય છે.

નાસતા ફરતા આરોપીઓ --પો.સ્ટે.સર્કલના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશ ઉપાડી ખંત પુર્વક કામ કરીકરાવી અને ગુનામાં વોન્ટડ આરોપીઓ નમુદ હોય તો અને અ પડત ફાઈનલ ભરેલ હોયસી.આર.પી.સી કલમ-૭૦, ૮ર,૮૩,ર૯૯ મુજબની કાર્યવાહી થાણા અધિકારીઓ પાસેકરાવવાની જવાબદારી હોય છે. તેમજ એમ.સી.આર વાળા ઈસમોને ચેક કરવા અને ચેકકરાવવાની કામગીરી કરવાની હોય છે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં રોજીદીકામગીરી જેમાં પ્રોહી જુગાર, અટકાયતી પગલા, વિગેરે કામગીરી ઉપર દેખરેખરાખવાની જવાબદારી હોય છે.

પોલીસ ઈન્સ્પેકટર ( LCB) --

.નં.

વિગત

કામગીરી

(૧)

કાર્યો અને
ફરજો --

 

સ્થાનિક ગુનાશોધક શાખા.

  • મિલ્કત વિરૂઘ્ધના ગુનાઅટકાવવા જાતે તથા પો.સ્ટે.ના અધિકારી કર્મચારી ઘ્વારા વ્યુહ રચના / ના.રા., નાકાબંધી,રેઈડ એલર્ટ વિગેરે કાર્યવાહી કરવી.
  • સીરીયસ તથા મિલ્કત વિરૂઘ્ધના અનડીટેકટ ગુના ડીટેકટ કરવા પ્રયત્ન કરવા, કરાવવા.
  • ના.ફ. / વોન્ટેડ આરોપીઓ પકડવા તથા કોમ્બીંગ ગોઠવવી.
  • પ્રીવેન્ટીવ એકશન તથા પાસા, તડીપારના પ્રપોઝલો તૈયાર કરવા, કરાવવા.
  • અસામાજીક તત્વો વિરૂઘ્ધ પગલાં લેવા.
  • મિલ્કત વિરૂઘ્ધના ગુના દાખલ થાય ત્યારે વિઝીટ કરવી
  • મે.પો.અધિ.સા.શ્રી ના ડાયરેકટ સુપરવિઝનમાં કામ કરવું.
  • મે.પો.અધિ.સા.શ્રીના તરફથી સોપવામાં આવેલ ગુનાની તપાસ, અરજી ઈન્કવાયરીની તપાસ કરવી.
  • પરેડ, ના.રા., બંદોબસ્ત કરવું.

(ર)

અધિકારીઓ તથા કર્મચારી ઓની
સત્તાઓ, 
ફરજો. --

 

સ્થાનિક ગુનાશોધક શાખા પોલીસઅધિક્ષકશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી શાખા છે. જેમાં પોલીસઈન્સ્પેકટર તથા પો.કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાંપો.અધિ.શ્રીના આદેશ પ્રમાણે પોલીસ ઈન્સ.શ્રીને અપાયેલ સુચના મુજબપો.ઈન્સ.શ્રી તથા તેમની દેખરેખ હેઠળના હે.કો., પો.કો. શાખાની કામગીરીવ્યવસ્થિત અને સમયસર કરવાની રહે છે અને પોલીસ અધિ.શ્રીના આદેશ પ્રમાણેજિલ્લાના પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ પાસે કામ કરાવવાની સત્તા છે જેમાં

  • મિલ્કત વિરૂઘ્ધના ગુનાઅટકાવવા જાતે તથા પો.સ્ટે.ના અધિકારી કર્મચારી ઘ્વારા વ્યુહ રચના / ના.રા., નાકાબંધી,રેઈડ એલર્ટ વિગેરે કાર્યવાહી કરવી.
  • સીરીયસ તથા મિલ્કત વિરૂઘ્ધના અનડીટેકટ ગુના ડીટેકટ કરવા પ્રયત્ન કરવા, કરાવવા.
  • ના.ફ. / વોન્ટેડ આરોપીઓ પકડવા તથા કોમ્બીંગ ગોઠવવી.
  • પ્રીવેન્ટીવ એકશન તથા પાસા, તડીપારના પ્રપોઝલો તૈયાર કરવા, કરાવવા.
  • અસામાજીક તત્વો વિરૂઘ્ધ પગલાં લેવા.
  • મિલ્કત વિરૂઘ્ધના ગુના દાખલ થાય ત્યારે વિઝીટ કરવી
  • મે.પો.અધિ.સા.શ્રી ના ડાયરેકટ સુપરવિઝનમાં કામ કરવું.
  • મે.પો.અધિ.સા.શ્રીના તરફથી સોપવામાં આવેલ ગુનાની તપાસ, અરજી ઈન્કવાયરીની તપાસ કરવી.
  • પરેડ, ના.રા., બંદોબસ્ત કરવું.
 

 

પોલીસ ઈન્સ્પેકટર ( LIB ) --

  • પો.ઈ. એલ.આઈ.બી. નાઓ પાસપોર્ટ ને લાગતીતમામ કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ આપવાનીકામગીરી પોતાના તાબા કર્મચારીઓ ઘ્વારા કરાવે છે.યોગ્ય દેખરેખ અને નિયંત્રણરાખે છે.
  • તમામ અગત્ય ના બંદોબસ્ત ની સ્કિમો બનાવી તેને લગતી કામગીરી કરે છે.
  • વી.આઈ.પી. અને વી.વી.આઈ.પી. ની મુલાકાતો પ્રસંગે સીકયુરીટી ની વ્યવસ્થા કરે છે.
  • જીલ્લામાં બનતી રોજેરોજ ની રાજકીય ધટનાઓ ની નોધ રાખી રિપોર્ટીંગ કરે છે.

પોલીસ ઈન્સ્પેકટર ( SOG ) --

.નં.

વિગત

કામગીરી

(૧)

સંસ્થા, કાર્યો અને ફરજોની --
વિગત

સ્પેશ્યલ ઓપરેશન ગૃપ

  • મિલ્કત વિરૂઘ્ધના ગુના જેવા કે ધાડ,લુટના બનાવો શોધવાની કામગીરી.
  • અટકાયતી પગલાની કામગીરી.
  • સ્ફોટક પદાર્થોને શોધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા

(ર)

અધિકારીઓ તથા કર્મચારીઓની સત્તાઓ,ફરજો.

ઉપર મુજબ

 

 

 

જીલ્લાના તમામ પોલીસ થાણા ઈન્ચાર્જો ની કામગીરી અને ફરજો--

  • યોગ્ય સત્તધિકારીએ જે દરેક સમંસ, વોરંટ ની નિયત સમયમર્યાદામાં કાયદેસર રીતે બજવણી કરી તેમજ ઉપરી અધિકારી કાયદેસરના હુકમ નાઅમલ કરવાની દરેક પોલીસ અધિકારી અને કર્મચારીની ફરજ છે.
  • દરેક પોલીસ અધિકારી અને કર્મચારી પોતાનો બનતો પ્રયત્ન કરી કોગ્નીજેબલ ગુના થવા વિશે અથવા તેવા ગુના કરવાના ઈરાદા વિશે બાતમી મેળવવી.
  • દરેક પોલીસ અધિકારી અને કર્મચારી એ પોતાનો બનતોપ્રયત્ન કરીને લોકોપકારક કળત્ય (ન્યુસન્સ) થતા અટકાવવા તે દરેક પોલીસઅધિકારી તથા કર્મચારી ની ફરજ છે.
  • બીજા કોઈ પોલીસ અધિકારી તેમની ફરજ બજાવતી વખતે પોતાનેબોલાવે અથવા જરૂરી મદદ માંગે તો મદદ માંગનાર અધિકારી ને કાયદેસર અનેવ્યાજબી મદદ કરવી .
  • જે તે સમયે અમલ માં હોય તેવા કોઈપણ કાયદાની રૂએ તેના ઉપર નાંખવામાં આવેલી ફરજો બજાવવી.
  • પોલીસ સ્ટેશનના હુકુમત વાળા વિસ્તારમાં ટ્રાફીકમાંયોગ્ય રીતે નિયંત્રણ કરી લોકોને અડચણ ન થાય તે અંગે પુરતી તકેદારી રાખીટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું.
  • સુલેહ - શાંતી નો ભંગ થતો અટકાવવો કાયદાની રીતે અસરકારક પગલા લઈ સુલેહ - શાંતી જાળવવી.
  • પોલીસ સ્ટેશન હુકુમતમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ ઉપલી અધિકારીઓનું સમયસર ઘ્યાન દોરી બનેલ ગુના અનુસંધાને કાયદેસરના પગલા લેવા.
  • પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ચોરી, ધાડ, લુંટનાવણશોધાયેલ ગુનાઓ શોધી કાઢીં ગુનેગારો વિરૂઘ્ધ કાયદેસરના પગલાં ભરી આપ્રકારના ગુના બનતા અટકાવવા યોગ્ય તકેદારી રાખવી.
  • પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક રીતે ટાઉન પેટ્રોલીંગવિલેજ પેટ્રોલીંગ અને જાહેર માર્ગો ઉપર અસરકારક પેટ્રોલીંગ રાખી ગંભીરપ્રકારના ગુના બનતા અટકાવવા.
  • કોઈ પણ કોગ્નીઝેબલ કે નોનકોગ્નીઝેબલ ગુનાની સમયસર અનેસચોટ રીતે ફરીયાદ દાખલ કરી ગુનાની ઉડાંણપુર્વક તપાસ કરી ગુનેગારોને સજાકરાવવા પુરેપુરા પ્રયત્નો કરવા.
  • પોલીસ સ્ટેશનની હુકુમતમાં દરેક ધર્મના તહેવારો શાંતીપુર્વક ઉજવાય તેની તકેદારી રાખવી .
  • પોલીસ સ્ટેશન ખાતે નોધંવામા આવતા ગુનાઓની તપાસ જરૂરી સમય મર્યાદામાં પુરી થાય તેની તકેદારી રાખવી.
  • અરજદાર અથવા ફરીયાદીને તેઓની અરજી અથવા ફરીયાદ નો શું નિકાલ થયેલ છે તેની સંબંધીત અરજદાર તથા ફરીયાદી જાણ કરવી.
  • પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધી અને જુગારબંધી નો અસરકારક રીતે અમલ કરી આ બધી સદંતર રીતે નાબુદ કરવા ખંતપુર્વક પ્રયત્નો કરવા .
  • પોલીસ સ્ટેશનની હુકુમતમાં લોકો તથા સુલેહ - શાંતી માટેજોખમ રૂપ માથાભારે તત્વની સમયસર હદપારી કરવી અથવા "" પાસા "" એકટ મુજબ આવાતત્વોની અટકાયત કરી સુલેહ - શાંતી જાળવવી.
  • કોમ્યુનલ બનાવ બનતા અટકાવવા માટે શાંતી સમીતી તથા મહોલ્લા કમીટીનું આયોજન કરી કોમ્યુનલ બનાવ બનતા અટકાવવા ખંત પુર્વક પ્રયત્ન કરવા.
  • પોલીસ સ્ટેશન ની હકુમત માં રહેતા અથવા બહારથી આવતાશંકાસ્પદ ગુનેગારોની અટકાયત કરી પુછપરછ કરી જરૂર જણાંય તો "" એ-રોલ"" તથા "" બી-રોલ "" ભરવા.
  • પોલીસ સ્ટેશન ખાતે નોધાંયેલ ગુનેગારોના પોલીસ મેન્યુયલપ્રમાણે રજીસ્ટરો જાણવણી કરવી નોધાયેલ ગુનેગારોને પ્રવૃત્તિ પર અસરકારકદેખરેખ રાખવી.
  • પોલીસ સ્ટેશનની હકુમત માં આવેલ બેંકો તથા ટ્રેઝરી ની સલામતી માટે બેંકો તથા ટ્રેઝરી પર પોલીસગાર્ડ રાખી સલામતી જાળવવી.
  • પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગંભીર પ્રકારના તેમજ અન્ય ગુનાઓની વૈજ્ઞનીક ઢબે તપાસ કરી ગુનેગારોને સખત નસીયત કરવી.
  • પોલીસ સ્ટેશન ની હકુમત વિસ્તારમાં મળેલ બિનવારસી લાશોનો કબ્જો સંભાળી સીઆરપીસી -૧૭૪ મુજબ તપાસ કરી કાયદુસરની કાર્યવાહી કરવી .
  • નાસતા ફરતા અને વોન્ટેડ ગુનેગારોને પકડી પાડી તે વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી .
  • પોલીસ સ્ટેશન હકુમત વિસ્તારમાં અસરકારક નાઈટ પેટ્રોલીંગ રાખવી ગુના થતાં અટકાવવાં.

 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

() પોલીસ સબ ઈન્સ્પેકટરની ફરજો --

·         ગુનાઓ શોધવા અને અટકાવવા બાબતમાં તેનુંસ્થાન અને મહત્વ કરોડરજજુ સ્વરૂપ છે.ઉપરી અધિકારીઓના હકુમોનો અમલ કરીપોલીસ સ્ટેશનમાં શિસ્તની જાળવણી કરી ફરજ પરની દરેક પોલીસને હાજરી ,કાર્યક્ષમતા જાળવવી તેની ફરજ છે.

·         જાહેર સુલેહ - શાંતી નો ભંગ થતો અટકાવવા જરૂરી તગલા ભરવા

·         પોલીસ અધિક્ષક કે નાયબ પોલીસ અધિક્ષકનામાર્ગદર્શન નીચે તાબાના સર્વ પોલીસ ને વખતો વખત નિરીક્ષણ કરવું તેમજગેરશિસ્ત કે ગેરવર્તણુંક ઉપલી અધિકારીને ઘ્યાન પર લાવવું

·         પોતાના હસ્તકના પોલીસ સ્ટેશન માં આવેલઆઉટ પોસ્ટોની નિયમ મુજબ વિઝીટ કરી તાબાના પોલીસ કર્મચારીઓની કામગીરી નુંનિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવું.

·         પોતાના પોલીસ સ્ટેશન ની હકુમતમાં આવેલ અ,બ,ક વર્ગના ગામડાઓની નિયમ પ્રમાણે વિઝીટ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ની સમીક્ષા કરવી.

·         પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતાબનાવો અથવા બનવાના બનાવોની અગાઉથી સંપુર્ણ જાણકારી મેળવી અસરકારક રીતેકાયદો અને વ્યવસ્થાની સ્થિીતી જાળવવી.

·         પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક રીતેનાઈટ રાઉન્ડ , વિલેજ પેટ્રોલીંગ,ટાઉન પેટ્રોલીંગ, હાલવે પેટ્રોલીંગ રાખીગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા.

·         પોતાના તાબા હેઠળના પોલીસ કર્મચારીનીપેટ્રોલ બુક તથા વિઝીટ બુક તપાસવી તેમજ પોલીસ સ્ટેશનમાં પોલીસ મેન્યુઅલમુજબ ના રજીસ્ટરો નિભાવવા .

() હેડ કોન્સ્ટેબલ ની ફરજો --

·         સબ ઈન્સ્પેકટર અને સર્વ ઉપરી અધિકારી ની આજ્ઞાનો અમલ કરવો.

·         પોતાની સત્તા હેઠળના વિસ્તારમા બનતા બધા ગુનાઓની શકયતાઓ અંગે પોતાના સબ ઈન્સ્પેકટરને જાણ

·         કરવી તેમજ આજ્ઞાઓની રાહ જોયા વિના ગુનાઓની શોધ અને તપાસ ની જરૂરી કાર્યવાહી હાથ ધરવી .

·         ગુનાઓ બનતા અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી આ અંગે ઉપલી અધિકારીઓ યોગ્ય હુકમનો અમલ કરવો .

·         એકાએક કે શંકાસ્પદ મળત્યળ ના કિસ્સામાતે સબ ઈન્સ્પેકટરથી બીજા ઉચ્ચ અધિકારી આજ્ઞાની રાહના જોતાં લાશને બાળતાડાટતા વિગેરે કરતા અટકાવશે.

·         સબ ઈન્સ્પેકટરના સહાયક તરીકે તેને પરેડ લેવામાં , તાબાની જગ્યાઓના નિરીક્ષણ કરવામાં જરૂરી સહાય કરશે.

·         બેદરકારી કે પ્રશંસાપાત્ર કામગીરી અંગે સબ ઈન્સ્પેકટરની યોગ્ય ઘ્યાન દોરશે

 

() કોન્સ્ટેબલ ની ફરજો -- 

·         ઉપરી અધિકારીઓ સોપે તે ફરજો બજાવવી , કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુના શોધવા અને અટકાવવા તથા સમંસ વોરંટનીબજવણી નાકા ડયુટી તથા પોતના રક્ષણ નીચે કેદીઓનુ લાવવા લઈ જવા કે જાહેર નાણાની હેરફેર વખતે તેની ચોકીદારી રાખી .રજો બજાવવી.

·         કોઈ કોગ્નીઝેબલ કે નોનકોગ્નીઝેબલ ગુનો બને તે પ્રસંગોએ પોતે જે અધિકારીના તાબા હેઠળ હોય તેને તુરંત ગુના અંગેની જાણ કરશે તેમજ કરશે.

·         આગ કે ભયના અન્ય પ્રસંગોએ પ્રજાની સલામતી માટે સહાય કરવાની તેમજ પોતાની સત્તાના સાવચેતીના દરેક પગલા લેવા.

પોલીસ સબ ઈન્સ્પેકટર (પેરોલ સ્કોર્ડ )-- 

.નં.

વિગત

કામગીરી

(૧)

સંસ્થા, કાર્યો અને ફરજોની --
વિગત

સ્થાનિક આર્થિક ગુના નિવારણ શાખા.  

  • જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અને મે.પો.અધિ.સા.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સોંપેલ કામગીરી કરવી.

(ર)

અધિકારીઓ તથા કર્મચારી --
ઓની સત્તાઓ,ફરજો.

ઉપર મુજબ

 

 

પોલીસ સબ ઈન્સ્પેકટર (ટ્રાફીક )--

.નં.

વિગત

કામગીરી

(૧)

સંસ્થા, કાર્યો અને
ફરજોની વિગત

  • જિલ્લા ટ્રાફીક શાખા
  • સરકાર શ્રીએ મોટર વ્હીકલ એકટનો કાયદોબનાવેલ છે તે મુજબ વાહન ચાલકોએ અનુસરવાનું રહે છે.જો આ કાયદાનો વાહન ચાલકોભંગ કરે તો તેઓ સામે કાયદા મુજબની કાર્યવાહી કરવાની રહે છે.
  • રાષ્ટ્રીય/રાજય ધોરી માર્ગો ઉપર સરળ વ્યવસ્થા ગોઠવાય,ટ્રાફીકમાં વિક્ષેપો ઉભા ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
  • માર્ગ ઉપર થતા અકસ્માતો અટકાવવા જરૂરીકાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ઉપરી અધિકારી શ્રી તરફથી આપવામાં આવતીસુચના મુજબ ટ્રાફીક જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.જેમાં લાયસન્સકલબના તેમજ મેડીકલ ઓફીસરશ્રીની મદદથી વાહન ચાલકોની આંખ તપાસણી કરવામાં આવેછે.તેમજ વાહનોની આગળ પાછળ રીફલેકટર તથા હેડ લાઈટના ભાગે કાળા પીળાટપકા/પટળા કરવામાં આવે છે.તેમજ ટ્રાફીક નિયમોની સુચના પત્રિકાઓ/પુસ્તીકાઓપણ આપવામાં આવે છે.
  • તેમજ એકસીડન્ટમાં વધુ ઈસમોને જાનહાની નથાય તે માટે ટ્રાફીક ડ્રાઈવ પણ રાખવામાં આવે છે જેમાં આર.ટી.ઓ.,એસ.ટી., ટ્રાફીક શાખા સંયુકત મળી ઓવર લીમીટ ગે×કા રીતે મુસાફરો બેસાડી ચાલતા વાહનોપકડી પાડી આ એમ.વી.એકટના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં અવે છે.
  • ધોરીમાર્ગ ઉપર બનતા ધાડ, લુંટના તેમજ અન્ય ગુનાઓ ઉપર અંકુશ રહે તે માટે પેટ્રોલીંગ તેમજ વાહનચેકીંગ રાખવામાં આવે છે.

(ર)

અધિકારીઓ અને
કર્મચારીઓની
સત્તાઓ અને ફરજો

  • જિલ્લા ટ્રાફીક શાખા પોલીસ અધિક્ષક શ્રીનાસીધા દોરવણી હેઠળ કામ કરતી શાખા છે. જેમાં પોલીસ સબ ઈન્સ્પે. તેમજ પોલીસકર્મચારીઓની નિમણુક કરવામાં આવે છે.જિલ્લામાં થતા ગંભીર અકસ્માતની પો.સ.ઈ.એજાતે વિઝીટ કરવાની રહે છે.બનાવ સ્થળે પહોંચી ઈજા પામેલ ઈસમોને તાત્કાલીકસારવાર મળી રહે તે માટે હોસ્પીટલમાં પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવે છે.
  • ટ્રાફીક શાખામાં કામ કરતા પો.સ.ઈ.,મ.સ.ઈ., હે.કો. અને પો.કો.ને એમ.વી.એકટના કયદાનો ભંગ કરતા વાહન ચાલકો સામેએમ.વી.એકટ એન.સી. ફરીયાદ આપવાની સત્તા આપવામાં આવેલ છે.તેમજ પો.સ.ઈ.ને વાહનડીટેન કરવાની અને મ.સ.ઈ. અને હે.કો.ને સ્થળ ઉપર સમાધાન શુલ્ક તરીકે રોકડદંડ લેવાની સત્તા આપવામાં આવેલ છે.
  • સરકારશ્રીની સુચના મુજબ ઉપલા અધિકારી શ્રીએ આપેલ આદેશ મુજબ મહાનુભાવોને પાયલોટીંગ, એસ્કોટીંગ અને ગાઈડકાર આપવામાં આવે છે.
  • જિલ્લામાં રોડ ઉપર બનતા અકસ્માતો અટકાવવા માટે એમ.વી.એકટ તથા આઈ.પી.સી. ના કાયદા મુજબ ગુના દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

(૩)

દેખરેખ અને જવાબદારીઓ
ચેનલો સહીત નિર્ણય
પ્રક્રીયામાં અનુસરવાની
કાર્યપઘ્ધતિ

  • પોલીસ અધિક્ષક સા.ની સીધી દોરવણી હેઠળ કામકરતી શાખાએ તેઓ શ્રીની સુચના મુજબ કાર્યને અનુસરવામાં આવે છે. અને તેમનીસીધી દેખરેખ હેઠળ કામ કરતા તે મુજબ જવાબદારી અદા કરવામાં અવે છે.

(૪)

કાર્યો કરવા માટેના
તેમણે નિયત કરેલા
ધોરણો

  • એમ.વી.એકટ ના કાયદા મુજબ તથા અકસ્માતને લગતા આઈ.પી.સી. ના કાયદા મુજબ કાર્ય કરવામાં આવે છે.

(પ)

તેમના અથવા તેમના નિયંત્રણ
હેઠળ રહેલા દસ્તાવેજોના
પ્રકારોનું પત્રક

  • એન.સી. ફરીયાદ બુકો
  • અત્રેની શાખા તરફથી મુકવામાં આવેલ એન.સી. ફરીયાદની ઓ.સી.બુક
  • રોકડ દંડ જે તે પો.સ્ટે. માં જમાં કરાવેલ રજીસ્ટર
  • આવક-જાવક રજીસ્ટર
  • હાજરી પત્રક
  • ટપાલબુક
  • ટ્રાફીકને લગતી કામગીરી કરવા અંગે ઉપરી અધિ.શ્રી તરફથી આવતા તુમારની ફાઈલ

(૬)

છુટછાટ,પરવાનગીઓ અથવા
અધિકાર પત્ર મેળવનાર
અંગેની વિગતો

  • અત્રેથી આપવામાં આવતી નથી.

(૭)

તેમની પાસે ઉપલબ્ધ અથવા
તેમની પાસે
રહેતી વિજાણું
માઘ્યમમાં રૂપાંતરીત
(ઈલેકટ્રોનીકસ ફોર્મ)
માહીતી વિગતો

  • કોમ્પ્યુટર શાખા ઘ્વારા ટ્રાફીકના લગતા કેસોની માહીતી તૈયાર કરી રાખવામાં આવે છે.

(૮)

તેમની સંસ્થામાં
જાહેર
ઉપયોગમાં રાખેલી
પુસ્તકાલય અથવા
વાંચનખંડની સહુલતો
માટેના સમય
સહીત, 
નાગરીકો માહીતી
મેળવવા માટેના
પ્રાપ્ય સગવડોની
વિગતો

  • જાહેર ઉપયોગમાં પુસ્તકાલય/વાંચનખંડની વ્યવસ્થા
 

 

 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-04-2016